________________
છપ્પન દિકુમારીકાઓએ આવી વિધિપૂર્વક પોતાની સૂતિકર્મ આદિ ક્રિયા કરી. તો સૌધર્મેન્દ્ર આદિ ચોસઠ ઈન્દ્રોએ પ્રભુને મેરૂગિરિ ઉપર લઈ જઈ અભિષેક આદિ ક્રિયાઓ દ્વારા પોતાના આત્માને પવિત્રબનાવ્યો.
મહારાજા સુમિત્રે પણ પોતાના પુત્રનો સુંદર જન્મ મહોત્સવ ઉજવ્યો. પ્રભુ જયારે ગર્ભમાં હતા ત્યારે માતાને મુનિઓની જેમ સારા વ્રતોના પાલનની ઈચ્છા થયેલી તેથી મુનિસુવ્રત એ પ્રમાણે પુત્રનું નામ પાડ્યું.
વીસ ધનુષ્યની કાયાવાળા સુંદર સોહામણા મુનિસુવ્રત કુમાર યુવાવસ્થામાં આવ્યા ત્યારે પ્રભાવતી આદિ કન્યાઓ સાથે લગ્ન કર્યા ! સાડા સાત હજાર વર્ષ પ્રભુના કુમાર અવસ્થામાં પૂર્ણ થયા. પંદર હજાર વર્ષ સુધી સ્વામિએ આસક્તિ રહિત રાજયનું ન્યાયપૂર્વકપાલન કર્યું.
પત્ની પ્રભાવતી પુત્ર સુવ્રતને ત્યજીને લોકાંતિક દેવોની વિનંતિથી વાર્ષિકદાનનો પ્રારંભ કર્યો. એક વર્ષ સુધી લગાતાર સાંવત્સરિક દાન આપી હજારો મનુષ્યો-દેવોથી પરિવરેલા પ્રભુ અપરાજિતા શિબિકા ઉપર આરૂઢ થઈ રાજગૃહી નગરીના નિલગુહા નામના ઉદ્યાનમાં આવ્યા. આમ્રવૃક્ષોથી આચ્છાદિત ઉદ્યાન પરમાત્માના આગમનથીખીલી ઉઠ્યું !
એક હજાર રાજાઓ સાથે છઠ્ઠ તપના તપસ્વી પ્રભુએ ફાગણ સુદ બારસના દિવસે શ્રવણ નક્ષત્રમાં દીક્ષા અંગીકારકરી ત્યાં જ મનઃ પર્યવજ્ઞાનઉત્પન્ન થયું.
Jain Education International
For Please bersonal Use Only
१६१
www.jainelibrary.org