________________
શ્રી મુનિસુવ્રત સ્વામિ ચરિત્ર
જંબુદ્વીપના અપરિવદેહમાં ભરત વિજયની ચંપાનગરીમાં રાજા સુરશ્રેષ્ઠ ધર્મવી૨ તરીકે પ્રસિદ્ધ હતો. રાજા પ્રજાના સુખે સુખી હતો ! અનેક દેશ-વિદેશના લોકો રાજાસુરશ્રેષ્ઠનાશ્રેષ્ઠ ગુણોથી પ્રભાવિતથયા હતા.
નંદન નામે મુનિવરના સત્સંગે રાજાને સંસાર પ્રત્યે વિરતિ જાગી સઘળીયે રાજસંપત્તિને ત્યાગી દીક્ષા અંગીકાર કરી. અલ્પ સમયમાં જ વીશસ્થાનક તપની સાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. સમાધિ મરણ પામી - પ્રાણત નામના દસમાં દેવલોકમાં મહર્દિક દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવન પામી આ જંબુદ્વીપના ભરતક્ષેત્રના હૃદય સમાન મગધદેશની અલકાપુરી સમાન નગરી રાજગૃહીમાં સુમિત્ર નામના સરલાશયી રાજવીની દેવાંગના સમાન પદ્માવતી રાણીની કુક્ષિએ - શ્રાવણી પૂનમનાં સુંદર દિવસે શ્રવણ નક્ષત્રમાં મધ્યરાત્રિએ પરમાત્માનાઆત્માનુંચ્યવનથયું.
મહાદેવી પદ્માવતીએ ચૌદ મહાસ્વપ્નાઓનિહાળ્યા. રાજપરિવારમાંઆનંદઉલ્લાસનું વાતાવરણછવાઈ ગયું. ગર્ભસમય પૂર્ણ થયા બાદ જેઠ વદ આઠમ(વૈશાખ વદ આઠમ) ના દિવસે શ્રવણ નક્ષત્રમાં મહાદેવી સુમિત્રાએ પોતાના પ્રાણપ્યારા નંદનને જન્મ આપ્યો. તેજસ્વી શ્યામવર્ણવાળા અને કૂર્મનાં લાંછનવાળા રાજપુત્રના જન્મથીસમગ્રનગ૨માંતો શું ! ત્રણે ભુવનમાંઅદ્વિતીયઆનંદ છવાઈગયો.
Jain Education International
૧૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org