________________
રાજાઓ અત્યંત આનંદિત બની ગયા. મલ્લિકુમારીએ મને જ મળવા જણાવ્યું છે માટે મને જ પરણશે એવી આશા લઈને છ એ રાજવીઓ ગુપ્ત પણે રાજમહેલમાં પહોંચ્યા. બધા રાજાઓ મલ્લિકુમારીની પ્રતિમા નિહાળી મલ્લિકુમારીના અદભુત રૂપ સૌંદર્ય ઉપર આફરીનપોકારી ગયા!
મલ્લિકુમારી એ વાસ્તવિક્તાનું જ્ઞાન કરાવવા માટે સુવર્ણકમળનું ઢાંકણ ખોલાવ્યું. અને ક્ષણવારમાંસડેલા અનાજનીદુર્ગધ ફેલાઈગઈ!
છ એ રાજાઓએ નાક ઉપર રૂમાલ ઢાંકી દીધો ! મોઢું ફેરવી નાંખ્યું તરત જ મલ્લિકુમારીઆવી!અનેમધુરસ્વરે બોલી
“મહાનુભાવો! આ પ્રતિમા તો સુવર્ણનીછે ફક્ત થોડા દિવસોથીજ નાંખેલા એકાદ કોળિયા અનાજની દુર્ગધ તમારાથી સહન થઈ શક્તી નથી તો આ શરીરમાં પણ બીજુ શું છે ! માંસ રૂધિર વિષ્ટા જેવા અનેક દુર્ગધી પદાર્થો આ શરીરમાં ભરેલા છે ચામડીના આવરણથી જ તમે મોહિત બન્યા છો. તમારો પૂર્વભવ તો વિચારો! આપણે સાતે એ સાથે દીક્ષા લીધેલી અનેક પ્રકારની તપશ્ચર્યા સાધના સાથે કરેલી વૈજયંતવિમાનમાં પણ આપણે સાથે હતા.
આ વાત સાંભળીછ એ રાજવીઓને જાતિઃસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું! પોતાનો પૂર્વભવ નિહાળ્યો - મલ્લિકુમારીની સન્મુખ પોતાના અકૃત્યની ક્ષમા માંગી અને આપ તીર્થકર થશો ત્યારે અમે પણ દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધીશું એવી ભાવનાથી વિદાય થઈગયા.
મિથિલાનગરીના પ્રજાજનોએ મલ્લિકુમારીનો જય જયકાર કર્યો.
૧૫૫ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org