________________
પિતાજીને મલ્લિકુમારી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. કુંભ રાજાએ છ એ રાજવીઓને મિથિલામાં પધારવાનો સંદેશ મોકલી દીધો. છ એ રાજાઓ પોતાના સૈન્યલઈને મિથિલાતરફ આવવાનીકળીગયા.
આ તરફ મલ્લિકુમારીએ રાજમહેલના એક સુંદર મજાના વિશાળ ખંડમાં રત્નોની પીઠ ઉપર પોતાની આબેહુબ સુવર્ણમય પ્રતિમા સ્થાપન કરી પરવાળા જેવા લાલ હોઠ, સ્ફટીક ના સુંદર નેત્રો, નીલમણિના વાળ – હાથ પગ શરીરના એક એક અંગો સપ્રમાણ આબેહૂબ બનાવ્યા છે ! સાક્ષાત મલ્લિકુમારી જ ઉભી હોય એવી પ્રતિમાતૈયારથઈગઈછે!
પ્રતિમાનીવચ્ચેસુવર્ણકમળબનાવીએનીઅંદ૨એક કાણું પાડ્યુ !
ખંડનેફ૨તીદિવાલકરાવી અને ખંડની ચારે બાજુછ બીજા ખંડ બનાવ્યા.છ એ ખંડમાંથીપ્રતિમા આબેહૂબ દેખાય પણ એ છ એ ખંડવાળા અરસપરસજોઈશકે નહીં તેવી વ્યવસ્થાકરાવી.
મલ્લિકુમારી પ્રતિદિન એ પ્રતિમાના સુવર્ણકમલના ઢાંકણામાંથી પોતાના આહા૨નોએક કોળિયોએ પ્રતિમામાંનાખેછે.
છ એ રાજાઓ અરમાનો લઈને મિથિલાની બહાર આવી પહોચ્યા. . ! સૌના મનમાં આશાછે મલ્લિકુમા૨ીમને જ પરણશે અને મલ્લિકુમા૨ીન મળે તો યુદ્ધ ખેલી લેવા પણ બધા તત્પર હતા. મિથિલાના પ્રજાજનો પણ મિથિલાની બહાર છ છ રાજાઓનુવિશાળ સૈન્યનિહાળી ચિંતાતુર બની ગયેલા – પણ સૌને મલ્લિકુમારીમાં પૂર્ણ શ્રદ્ધા હતી. આવેલી આપત્તિ અવશ્ય મલ્લિકુમા૨ીના પ્રભાવથી ટળી જશે! મલ્લિકુમા૨ીએછ એ રાજાઓનેપોતાને એકાંતમાં મળવાનોસંદેશો જણાવ્યો! છ એ
Jain Education International
૧૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org