________________
સુબાહુકન્યાનું અપ્સરા જેવુ સુંદર રૂપ નિહાળી અંતઃપુરના એક સેવકને રાજા પૂછે છે મારી કન્યાજેવી બીજી સુંદર કન્યાસંસારમાં કોણ હશે?
મહારાજા ! મિથિલા નરેશની પુત્રી મલ્લિકુમારીનુ રૂપ સંસારમાં અદ્વિતિય છે. મલ્લિકુમારીના રૂપની પ્રશંસા સાંભળી રૂકિમરાજાએ પણ મલ્લિકુમારી સાથે લગ્ન કરવા માટે પોતાનાદૂતને મોકલી દીધો!
ચોથા મિત્ર વસુનો આત્મા વારાણસીમાં શંખ રાજવી તરીકે થયેલો મિથિલાથી આવેલા સુવર્ણકારો (સોની) પાસેથી મલ્લિકુમારીના રૂપની પ્રશંસા સાંભળી શંખ રાજાએ પણ મલ્લિકુમારીસાથે લગ્ન કરવા દૂત દ્વારા જણાવ્યું.
પાંચમો મિત્ર વૈશ્રવણનો આત્મા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં અદીન શત્રુ નામે રાજા થયો હતો. મિથિલાથી આવેલા ચિત્રકારોની પાસેથી મલ્લિકુમારીના રૂપનુ વર્ણન સાંભળી અદીન શત્રુ રાજવીએ પણ પોતના દૂતને મિથિલામાં મલ્લિકુમારી સાથે લગ્નના કહેણ સાથે મોકલ્યો.
છઠ્ઠા મિત્ર અભિચન્દ્રનો આત્મા કાંપિલ્યપુર નગરમાં જિતશત્રુ રાજા થયેલો જિત શત્રુએ પણ મલ્લિકુમારીસાથે લગ્ન કરવા માટે પોતાનાદૂતને મોકલેલ.
છ એ રાજવીના દૂતો મિથિલામાં આવ્યા...! મહારાજા કુંભ એકી સાથે છ છ રાજાઓનાદૂતો આવવાથી વિમાસણમાં મૂકાઈ ગયા...!
મલ્લિકુમારીએ પોતાના પિતાને સાંત્વન આપતા કહ્યું. “પિતાજી ! ચિંતા ન કરો છ એ રાજાઓને અહીં પધારવા માટે જણાવી દો...
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org