________________
ચોર્યાસી હજાર વર્ષ સુધી સંયમપાળી સાતે મિત્રો વૈજયંત નામના અનુત્તર વિમાનમાંદેવ તરીકે થયા. ત્યાંથી ચ્યવનપામી આ જંબુદ્વીપનાભરતક્ષેત્રમાંમિથિલા નામે મનમોહિનીનગરીમાં મંગલનાસ્થાનભૂતકુંભ રાજાની પટ્ટરાણીઉત્તમ પ્રભાથી દેદિપ્યમાન પ્રભાવતી કુક્ષિએ મહાબલ રાજાના આત્માનુ વૈજયંત વિમાનમાંથી ફાગણ સુદ ચતુર્થીના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચ્યવન થયું. પ્રભાવતી માતાએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યા.
ગર્ભકાલ પૂર્ણ થયા બાદ માગસર સુદ એકાદશીના દિવસે અશ્વિની નક્ષત્રમાં પ્રભાવતી દેવીએ કુંભના લાંછનવાળા અને નીલ વર્ણથી દેદીપ્યમાન તીર્થંકર રૂપ કન્યાનેજન્મ આપ્યો.
૫૬ દિકુમારીઓ અને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે કુમારી તીર્થંકરનો અપૂર્વ જન્મમહોત્સવ ઉજવ્યો. કુંભ રાજાએ પણ સુંદર રીતીએ જન્મમહોત્સવઉજવી પ્રભાવતીદેવીને માલ્ય (ફૂલ)માં શયન કરવાનો દોહદ થયેલો તેથી મલ્લિકુમારી નામપાડ્યુ. યૌવન અવસ્થામાં પ્રવેશ થતાં જ મલ્લિકુમા૨ીનુ રૂપ લાવણ્ય નિખરી ઉઠયુ.. અનુપમ સૌંદર્ય શાલિની મલ્લિકુમા૨ીના રૂપની દેશવિદેશમાંપ્રશંસાથવાલાગી.
પૂર્વના છએ મિત્રોમાં અચલરાજાનો જીવ સાકેતપુર નગરમાં પ્રતિબુદ્ઘ રાજા થયેલો. દેવાંગના સમાન પ્રભાવતી રાણીનો એ સ્વામિ હતો. એક સમયે રાણી શણગારસજીનેનાગપ્રતિમાનાદર્શન માટે રાજા સાથે જતી હતી પુષ્પોનામંડપ વચ્ચે રાણીનુ અદ્ભુત રૂપ નિહાળી રાજા મંત્રી સ્વબુદ્ધિ ને પૂછે છે “આ પ્રભાવતી રાણી જેવુ દુનિયામાં કોઈનુ રૂપ છે ! તે જ સમયે મંત્રીએ કહ્યુ “મહારાજા ! મિથિલાની
Jain Education International
૧૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org