________________
૨૩ હજાર અને ૭૫૦વર્ષપ્રભુનાકુમાર અવસ્થામાં પસાર થયા ૨૩ હજાર અને ૭૫૦વર્ષ પ્રભુના માંડલિક પણામાં પસાર થયા. ત્યારે શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. પ્રભુએછ એ ખંડસાધીચક્રવર્તીપણું મેળવ્યું.
છખંડના અધિપતિ એવા પ્રભુ અંતે છ એ ખંડને સાપ જેમ કાંચળીનો ત્યાગ કરે તે રીતીએ ત્યજીને લોકાતિક દેવોની વિનંતીથી વાર્ષિક દાનનો પ્રારંભ કરી વૈશાખ કૃષ્ણ પંચમી ના દિવસે (ચૈત્ર વદ પંચમી) હજારો દેવો મનુષ્યોથી પરિવરેલા પ્રભુ વિજ્યા નામની શિબિકામાં આરૂઢ થઈ સહસ્ત્રાપ્રવનમાં પધારી ૧૦૦૮ રાજાઓની સાથે દીક્ષા અંગીકારકરીપ્રભુને ત્યાંજ મન:પર્યવજ્ઞાનઉત્પન્નથયું.
છઠ્ઠ તપના તપસ્વી પ્રભુનુ બીજા દિવસે ચક્રપુરનગરમાં વ્યાપ્રસિંહ રાજાને ત્યાં પારણું થયું. ત્યાં પંચ દિવ્યોપ્રગટ થયાં.
સોલ વર્ષ સુધી છદ્મસ્થપણામાં વિચરી પ્રભુ પુનઃ હસ્તિનાપુર નગરીના સહસ્ત્રાપ્રવનમાપધાર્યા. છઠ્ઠ તપ કરીને તિલક વૃક્ષની નીચે કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા પરમાત્માને કેવલજ્ઞાનઉત્પન્નથયું. દેવોએ સમવસરણની રચના કરી.
મન:શુદ્ધિ આત્માના ઉત્થાનમાં મનોયોગની ભૂમિકા વિષયક પ્રભુએ મનનીય ધર્મદેશના આપી. પ્રભુની દેશનાની પ્રતિબોધિત અને કઆત્માઓએ સર્વવિરતિ દેશવિરતિધર્મનો સ્વીકાર કર્યો. સ્વયંભૂવિગેરે૩૫ગણધરોની સ્થાપના થઈ.
શ્રી કુંથુનાથ સ્વામિના શાસનમાં રથના વાહનવાળો ગંધર્વ નામે યક્ષ અને મયૂરનાવાહનવાળીબલાદેવીનામે શાસનદેવીથઈ.
For priva3kersonal Use Only
Jain Education International
www.jainelibrary.org