________________
ભવ ૯-૧૦-૧૧ વજયુધ મુનિ અણસણ કરી નવમાં ભવમાં ત્રીજા રૈવેયકમાં અમિદ્ર તરીકે ઉત્પન્ન થયા. ૨૫ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી દસમા ભવમાં પ્રભુ પૂર્વ મહાવિદેહના પુષ્કલાવતી વિજયની પ્રખ્યાત પુંડરિકગિરિનગરીમાં ધનરથ રાજાની પટ્ટરાણી પ્રિયમતિની કુક્ષિએ પુત્ર તરીકે ઉત્પન્ન થયાસ્વપ્નમાં રાણીએ વરસતા મેઘને નિહાળેલ તેથી મેઘરથ એવું નામ પાડવામાં આવ્યું..!
ધનરથ રાજાની બીજી મનોરમારાણીનીકુક્ષિએ સહસ્ત્રાયુધનોઆત્માપુત્રરુપે અવતર્યોનામ એનુ દઢરથ પાડવામાં આવ્યું.
બંને ભાઈઓને અરસપરસપ્રિતિ જોરદાર હતી...! યૌવનવયપામતા જ બંને બંધુઓનાલગ્ન ઉલ્લાસપૂર્વક ઉજવાયા.
આ ભવમાં તીર્થકરજે થવાના છે તે ધનરથ રાજાએ પોતાના રાજ્યનો કારભાર મેઘરથને સોપી લોકાંતિકદેવોની વિનંતીથી પ્રેરાયેલા રાજવીએ વાર્ષિક દાન આપી દીક્ષા અંગીકાર કરી.
શ્રાવકના બારે વ્રતથી વિભૂષિત રાજવી મેઘરથ એકદા પર્વ દિવસે પૌષધ શાળામાં ધર્મકથાનામનો પાંચમોસ્વાધ્યાય કરી રહ્યા હતા.
અનેક પાપભીરુ આત્માઓ મેઘરથ રાજાની ધર્મકથા શ્રવણ કરવા માટે આવતા- તે જ સમયે ભયથી થર થર ધ્રુજતુ એક પારેવુ (કબુતર) ત્યાં આવી ગયું. સીધુ મેઘરથ રાજાના ખોળામાં બેસી અભયદાનનીયાચના કરવા લાગ્યું..!
“મારૂ રક્ષણ કરો...મને શરણ આપો..”માનુષીભાષામાંઆદ્રસ્વરે વિનંતી
કરવા લાગ્યું.
Jain Education International
૧ ૨૭ For Private & Personal Use Only
www.jainelibrary.org