________________
વિશેષ રીતીએ ધર્મમાં આસક્ત બન્યા તેથી ધર્મ એવું નામ પાડવામાં આવ્યું. પીસ્તાલીસ ધનુષ્યની કાયાવાળા ધર્મનાથ પ્રભુ અઢીલાખ વર્ષ કુમાર અવસ્થામાં
રહ્યા.
પાંચ લાખ વર્ષ પ્રભુએ રાજ્યભાર સંભાળ્યો. લોકાંતિક દેવોની વિનંતીથી વાર્ષિક દાનને આપી પ્રભુ નાગદત્તા નામે શિબિકામાં આરૂઢ થઈ રત્નપુરી નગરીના વપ્રકાંચન નામના ઉદ્યાનમાં પધાર્યા - છઠ્ઠ તપના તપસ્વી પ્રભુએ એક હજાર રાજાઓની સાથે મહાસુદ તેરસના દિવસે પુષ્ય નક્ષત્રમાં સર્વવિરતિ અંગીકાર કરી તુરંત જ પ્રભુને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજા દિવસે સોમનસપુરમાં ધર્મસિંહ રાજવીનેત્યાં પ્રભુએપારણું કર્યુ. વસુધરાઆદિ પંચદિવ્યોપ્રગટથયા.
બે વર્ષ સુધી છદ્મસ્થપણામાં વિચરી પ્રભુ પુનઃ રત્નપુરી નગરીના વપ્રકાંચન ઉદ્યાનમાં પધાર્યા.દધિપર્ણ વૃક્ષની નીચેસ્વામિનેપોષ માસની પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્રમાકેવળજ્ઞાન ઉત્પન્નથયું.
તે સ્થાને દેવતાઓએ રચેલા સમવસરણમાં પ્રભુએ ક્રોધ, માન, માયા લોભ આ ચારે કષાયોનીવિરૂપતા ઉપર માર્મિક ધર્મદેશના આપી ત્યાં જ અરિષ્ટ આદિ ૪૩ ગણધરો અને ચતુર્વિધસંઘની સ્થાપનાથઈ. શ્રી ધર્મનાથપ્રભુના શાસનમાંકાચબાના વાહનવાળા કિંનર નામે અધિષ્ઠાયક દેવ અને મત્સ્યના વાહનવાળી કંદર્પ નામે શાસનદેવી થઈ. શ્રી ધર્મનાથ સ્વામિના શાસનમાં પાંચમાં પુરુષસિંહ નામે વાસુદેવ સુદર્શનનામેબળદેવઅનેનિશુંભનામેપ્રતિવાસુદેવથયા.
Jain Education International
૧૧૬
For Private & Personal Use Only
www.jainelibrary.org