________________
શ્રી ધર્મનાથ સ્વામિ ચરિત્ર
ધાતકીખંડ દ્વીપના પૂર્વ મહાવિદેહમાં ભરત નામના વિજયમાં ભદ્રિલ નામે નગરીમાં દૃઢ મનોબળ ધા૨ક દઢરથ રાજા રાજ્ય કરી રહ્યો છે. બાલ્યાવસ્થાથી જ વિરાગી એવા રાજવીને સંયમગ્રહણની તીવ્ર તાલાવેલી હતી અંતે વિમલવાહન નામના ગુરુભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મની નિકાચના કરી સમાધિમરણ પામી વૈજયંત નામના અનુત્તર વિમાનમાંદેવ તરીકે ઉત્પન્નથયા.
ત્યાંથી ચ્યવન પામી આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રત્નોની ખાણ સમાન રત્નપુરનગરમાં સૂર્ય જેવા તેજસ્વી ભાનુ રાજાને ત્યાં સુત્રતા નામે પટ્ટરાણીની કુક્ષિએ વૈશાખસુદસપ્તમીનાદિવસે પુષ્યનક્ષત્રમાંપ્રભુનુઅવતરણ થયું.
સુવ્રતામાતા એ ગજરાજઆદિચૌદ મહાસ્વપ્નાઓ નિહાળ્યા. .!
મહાસુદ તૃતીયાના દિવસે પુષ્ય નક્ષત્રમાં જ વજ લંછન અને સુવર્ણવર્ણી કાયાવાળાદેદીપ્યમાન પુત્રને સુવ્રતાદેવીએજન્મ આપ્યો ! ત્રણે ભુવનમાં હર્ષોલ્લાસ નું વાતાવરણ છવાઈ ગયું!
૫૬ દિકુમારીકાઓઅને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચારપ્રમાણે પ્રભુનો અવર્ણનીય જન્મમહોત્સવ ઉજવ્યો. ભાનુ રાજાએ પણ પોતાના લાડીલા નંદનનો જન્મમહોત્સવ અપૂર્વ ઉજવ્યો ! જ્યારથી પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી માતા પિતા
Jain Education International
૧૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org