________________
શ્રી અનંતનાથ સ્વામિ ચરિત્ર
ધાતકીખંડનાપ્રાગ્વિદેહ ક્ષેત્રમાં ઐરાવતવિજયમાં અરિષ્ટાનગરીમાંમહારથી પદ્મરથ રાજા રાજ્યકરી રહ્યો છે. વિવેકી રાજાએ સંસારના ભોગસુખોમાં અલિપ્તપણું કેળવી અંતે અવસર પામી ચિત્તરક્ષ ગુરુદેવનું શરણ સ્વીકારી સંયમ ગ્રહણ કરી તીર્થંક૨ નામકર્મની નિકાચના કરી દસમાં પ્રાણત દેવલોકમાં પુષ્પોત્તર વિમાનમાં મહર્દ્રિદેવ થયાં.
ત્યાંથી ચ્યવન પામી આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં ભૂષણ સમાન અયોધ્યા નગરીમાં ઈક્ષવાકુ વંશીય સિંહસેન રાજાની યશસ્વી સુયશા નામે પટ્ટરાણીની કુક્ષિએ શ્રાવણ વદ સપ્તમી (અષાઢ વદ સપ્તમી) ના દિવસે રેવતી નક્ષત્રમાં પ્રભુ અવતર્યા.
ચૌદ મહાસ્વપ્નાઓથીસૂચિત પ્રભુના અવતરણથીપૃથ્વી પણ ધન્ય બની ગઈ ! વૈશાખ વદ ત્રયોદશી (ચૈત્ર વદ ત્રયોદશી) ના દિવસે પુષ્ય નક્ષત્રમાં સુવર્ણવર્ણા દેહથી સુશોભિત પુત્રને મહાદેવી સુયશાએ જન્મ આપ્યો. ૫૬ દિકુમારીકાઓઅને ૬૪ઈન્દ્રોએબાલપ્રભુનો જાનદાર જન્મમહોત્સવઉજવ્યો.
સિંહસેન રાજાએ પણ પોતાના પુત્રનો અપૂર્વજન્મમહોત્સવઉજવ્યો. શત્રુઓનું અનંત બલ પણ જેના પ્રભાવથી હણાઈ ગયેલું તેથી પુત્રનુ નામ અનંત એ પ્રમાણે પાડ્યું. સાડા સાત લાખ વર્ષ કુમાર અવસ્થામાં અને પંદર લાખ વર્ષ રાજ્યાવસ્થાનું પાલનકરીલોકાંતિકદેવોથીપ્રેરાયેલાપ્રભુએવાર્ષિકદાનનોપ્રારંભકર્યો.
જટા
હજા૨ો દેવો મનુષ્યોથી પરિવરેલા સ્વામિ સાગરદત્તા નામે શિબિકામાં આરૂઢ થઈ સહસ્ત્રાપ્રવનઉદ્યાનમાં આવી વૈશાખ વદ ચતુદર્શી (ચૈત્રવદચતુદર્શી)નાદિવસે રેવતી નક્ષત્રમાં દીક્ષા અંગીકાર કરી પ્રભુને દીક્ષા સમયે છઠ્ઠનો તપ હતો. ૧૦૦૦
Jain Education International
૧૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org