________________
શ્રી વાસુપૂજ્ય સ્વામિ ચરિત્ર
પૂર્વ વિદેહ ક્ષેત્રના પુષ્કરવર દ્વીપાદ્ધમાં મંગલાવતિ વિજયમાં લોકપ્રિય પન્નોત્તર રાજા રાજય કરી રહ્યો છે. લઘુકર્મી રાજવીના હૈયામાં સંસાર પ્રત્યેની વિરકિત સદાયે બેઠેલી જ છે. અવસર પામી વજનાભ ગુરુવરનું શરણ સ્વીકારી સંયમની સાધનાવીશસ્થાનકની આરાધના કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યુ. સમાધિમરણ પામી પ્રાણતનામનાદસમાંદેવલોકે ઉત્પન્ન થયા.
ત્યાંથી ચ્યવન પામી આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મનોહર ચંપા નગરીમાં શૂરવીર રાજવી વસુપૂજ્યની પટ્ટરાણી મહાદેવી જયાદેવીની કુક્ષિએ - જેઠ સુદ નવમીના દિવસે શતભિષા નક્ષત્રમાં પ્રભુનું અવન થયું. મહાદેવીએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યા.
ફાગણવદ ચતુદર્શી (મહાવદ ચતુદર્શી) ના દિવસે શતભિષા નક્ષત્રમાં રક્તવર્ણથી સુશોભિત અને મહિષ લંછનથી યુક્ત સુકુમાર પુત્રને મહાદેવીએ જન્મ આપ્યો ! પ૬ દિકકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રો મળીને પોતાનો શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો અપૂર્વજન્મમહોત્સવઉજવ્યો.
મહારાજા વસુપૂજયના પુત્ર હોવાથી વાસ્ પૂજ્ય એ પ્રમાણે પ્રભુનું નામ પાડ્યું. મહારાજાએ પુત્રનો શાનદાર જન્મમહોત્સવ ઉજવ્યો.
સીતેર ધનુષ્યની કાયાવાળા - કુમાર જયારે યૌવનઅવસ્થાને પામ્યા ત્યારે પ્રભુને પરણાવવા માટે માતાપિતાએ ખૂબ જ આગ્રહ કર્યો - પરંતુ પોતાનુ ભોગાવલી કર્મ ક્ષીણ થયેલુ જાણી પ્રભુએ લગ્ન કર્યા નહિ. (ત્રિષષ્ઠી શલાકાપુરુષચરિત્રના આધારે પ્રભુ પરણ્યાન હતા એવો ઉલ્લેખ છે. અન્યસૂત્રમાં પ્રભુનાલગ્નનો પણ ઉલ્લેખ છે.)
અઢાર લાખ વર્ષ પ્રભુના ગૃહસ્થ અવસ્થામાં પસાર થયા પછી લોકાંતિક દેવોની
Jain Education International
૧ /૨ For Private & Personal use only
www.jainelibrary.org