________________
જન્માભિષેકમહોત્સવ ઉજવ્યો. પ્રભુ જયારે ગર્ભમાં હતા ત્યારે દઢરથ રાજાનું અતિ
તપ્ત થયેલ શરીર નંદાદેવીના શીતલ સ્પર્શથી શીતલ હિમવત્ થઈ ગયેલ તેથી જ મહારાજા દેઢરથે પોતાના પુત્રનો જન્મમહોત્સવ ઉજવી શીતલએ પ્રમાણે નામ પાડ્યું .
નેવું ધનુષની ઉંચાઈવાળા પ્રભુએ પચીસ હજાર પૂર્વ કુમાર અવસ્થામાં પચાસ
હજાર પૂર્વ રાજયઅવસ્થામાં પસાર કર્યા. લોકાંતિકદેવોની વિનંતિથી વાર્ષિકદાનનો
પ્રારંભ કર્યો. હજારો દેવો મનુષ્યોના પરિવાર સાથે ચંદ્રપ્રભા નામની પાલખીમાં
આરૂઢ થઈ સહસ્ત્રાપ્રવનમાં આવી મહા વદ બારસ (પોષ વદ બારસ) ના દિવસે
પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રભુએ દીક્ષા સ્વીકારીત્યાં જ મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજા
દિવસે છઠ્ઠ તપના તપસ્વી પ્રભુએ રિષ્ટ નગરમાં પુનર્વસુ રાજાને ત્યાં પારણું કર્યું...!
પંચ દિવો પ્રગટ થયા વિચરતા વિચરતા પુનઃ પ્રભુ ભદ્રિલપુર નગરના ઉદ્યાનમાં
પધાર્યા પીપલના વૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાને રહેલા છ8 તપના તપસ્વી પ્રભુને પોષ વદ ચતુર્દશી (માગસર વદ ચતુર્દશી) ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં કેવલજ્ઞાન
ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણની રચના કરી પ્રભુએ સંવર ભાવના ઉપર રોચક
ધર્મદેશના આપી આનંદઆદિ૮૧ ગણધરોનીતથા ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ.
Jain Education International
For Private & Perseese Only
www.jainelibrary.org