SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ એટલું જ નહિ ICS ઓફિસરો અને Policy Decission વાળા ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર જૈનો મોટી સંખ્યામાં હોય તો જૈન શાસનની મોટી સેવા થશે. જબલપુરમાં ICS ઓફિસરો તૈયાર કરવા માટેની જૈન સંસ્થા ખૂબ પ્રશંસનીય કામ કરી રહી છે. . અત્યારે પૂજ્ય ગુરુભગવંતો યુવાનો માટે શિબિરોનું આયોજન કરી રહ્યા છે. તેના સુંદર પરિણામો આવી રહ્યા છે. પરંતુ મોટી ઉંમરનાઓમાં પરિવર્તન ન જ આવે તેવી સમજણથી મોટેરાઓ માટે આ દિશામાં ઉદાસીનતા સેવાઈ રહી છે. જે યોગ્ય નથી. મોટાઓ માટે પણ શિબિરો યોજાય તથા ચાલી રહેલી વ્યાખ્યાનમાળાઓ શુદ્ધપણે ધર્માભિમુખ તથા વધુ આકર્ષક બનાવાય તો તે પણ જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે ઉપકારક નીવડશે. વર્તમાન યુગની આપણી એક મોટી મર્યાદા સંપ્રદાયવાદ છે. આપણે વાડાઓમાં વહેંચાઈ ગયા છીએ અને તેમાં કેદ થઈ ગયા છીએ. તેથી આપણે ખૂબ નબળા પડી ગયા છીએ. તે માટે આપણા સર્વ ફિરકાઓના આચાર્યોનું કે સાધુસંતોનું વર્ષમાં એકાદ પણ સંમેલન થાય તો એકતાની દિશામાં મોટું કાર્ય થયું ગણાશે જે અંતે જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં સિંહફાળો આપી શકશે. જૈન જાગૃતિ સેન્ટર'ના બેનર હેઠળ આનંદ પ્રમોદના હેતુથી મળતા જૈનો અનાયાસે પણ ફિરકાઓના ભેદ ભૂલી રહ્યા છે જે સ્તુત્ય છે. અલબત્ત આ સર્વ પ્રયત્નોમાં સંત સતીઓનો, આચાર્ય ભગવંતોનો તેમજ શ્રેષ્ઠીઓનો હૃદયપૂર્વક સાથ સહકાર, પ્રેરણા અને યોગદાન મળે તે ખૂબ જરૂરી છે. તેમ થશે તો યુવાનો જરૂર ધર્માભિમુખ થશે જ અને જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ અનેક ગણો વધશે જ. જ્ઞાનધારા Jain Education International ૬૫ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy