________________
મેનેજમેન્ટમાં કઈ રીતે ઉપયોગ થાય તેની ચર્ચા કરવામાં આવે છે. જેને ધર્મમાં દર્શાવેલા માર્ગાનુસારીના ધર્મો દ્વારા આ જ વાત થઈ શકે. એટલે એ તત્ત્વજ્ઞાનની વ્યવહારજીવનમાં ઉપયોગિતા બતાવવી જોઈએ.
જૈન ધર્મના પ્રસાર-પ્રચાર માટેના કાર્યક્રમો અને ઉપાયોનો વિચાર કરીએ તો સૌથી પહેલાં તો વૃક્ષનાં પાંદડાંને બદલે મૂળને પાણી પાવાની જરૂર છે. પહેલી નજર કરીએ આપણી પાઠશાળાઓ પર. એ પાઠશાળામાં સૂત્રોનો મુખપાઠ કરાવવામાં આવે છે. પરંતુ ગઈ પેઢીને માટે એ મુખપાઠ સાહજિક હતો. આજની whyથી વિચારતી ઊગતી પેઢીને માટે સૂત્રપાઠ એટલા સવાભાવિક રહ્યા નથી. પ્રારંભનાં પુસ્તકોને ભારેખમ પરિભાષાથી ભરી દેવાની જરૂર નથી. બાળક એ વાંચીને અળગો થઈ જશે. આ સંદર્ભમાં અમેરિકાની “જેના' સંસ્થાએ બહાર પાડેલાં પાઠ્યપુસ્તકો ચોક્કસ આપણું ધ્યાન ખેંચે તેવા સુંદર છે. આજથી થોડાં વર્ષો પહેલાં જૈન સમાજમાં સાહિત્યની બોલબાલા હતી. સર્જક પોતાના આગવા મિજાજથી જૈન કથાવસ્તુ પર નવલકથા, નવલિકા, પ્રસંગકથા કે ચરિત્રની રચના કરતા હતા. સમાજમાં આ સાહિત્યસર્જન હોંશે હોંશે વંચાતું અને એનાથી અનેક લોકો પ્રેરણા પામતા. આજે આ આખો સ્ત્રોત સુકાઈ ગયો છે. એ સંદર્ભમાં જૈન સામયિકોનો વિચાર કરવા જેવો છે. આપણા વર્તમાન જીવનની સમસ્યાઓ સાથે એનો કેટલો અનુબંધ છે તે વિચારવું જોઈએ.
આ યુગ એ દશ્ય-શ્રાવ્ય માધ્યમનો યુગ છે અને તેથી જૈન ધર્મના પ્રસાર-પ્રચાર માટે દશ્ય-શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ. એના દ્વારા લોકોના ચિત્ત સુધી પહોંચી શકાય. આજે ટેલિવિઝન પર આવતાં ધાર્મિક પ્રવચનોમાં બહુ ઓછી વ્યક્તિઓના જૈન ધર્મવિષયક પ્રવચનો આવે છે. આને માટે સામૂહિક પુરુષાર્થ થવો જોઈએ.
=
=
=
જ્ઞાનધારા
૫૩.
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org