________________
વિશ્વના તમામ વિચારક વર્ગને પ્રભાવિત કરવા પ્રયત્નશીલ થવું જોઇએ. અને તો જ આપણને જે અજેય જૈનશાસન મળ્યું છે તેનો સવી જીવ કરું શાસન રસી એવી ભાવના સાથે પરસ્પરોપગ્રહો જીવાનામ્ સિદ્ધાન્તને ચરિતાર્થ કરી શકીશું.
સંગઠન અને એકતામાં જે હિતકારી શક્તિઓનો સમન્વય રહેલો છે તેને ગાંધીજીની સ્વતંત્રતાના ચળવળની જેમ એક એક જૈન વીરોના કાન સુધી પહોંચાડીએ અને તેમની સુસુપ્ત ચેતના જો જગાડી જાણીએ તો જ આજના આ જ્ઞાનસત્રની એક સિદ્ધિ થઈ ગણાશે, તેવું મારું ચોક્કસ માનવું છે.
અંતે આપણે જો સંગઠિત અને સંવાદિત અભિગમને અપનાવીશું તો જ સુરક્ષિત અને આબાદ થઈશું તે ચોવીસ કેરેટના સુવર્ણ જેવું નક્કર સત્ય છે. આ વિષય ચતુર્વિધ સંઘનો પ્રાણપ્રશ્ન ગણી શકાય તેવું વર્તમાનના સંદર્ભમાં કહી શકાય છે, તેને નજરઅંદાજ ન કરીએ એવી શુભકામના કરું છું. આપણે વિશ્વસ્તરે સંગઠિત અને સંવાદિતાવાળી એકતા ઊભી કરી વિશ્વભરમાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઉત્તમ સ્તરવાળું પ્લેટફોર્મ આપીને ઉભરતાં જતાં નૂતન વર્ગને, કે જેઓ વગર આલંબને જેન ઘર્મને શ્રેષ્ઠ સમજીને પોતાની મેળે જ અપનાવતા થયા છે એમના માનસને અપીલ કરનારી તક આપીએ અને તેનાથી ખૂબ જ સારો એવો પ્રતિસાદ મેળવીને, જેન તરીકે લોકહૃદયને આકર્ષે તેવી છાપ ઊભી કરીએ. એજ આજના પરિપ્રેક્ષ્યમાં બહુમૂલ્ય પ્રભાવના ગણી શકાય.
.:33
:
T
કાનધાર
જ્ઞાનધારા
૨૩
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
નિસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org