SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રરૂપણા કરનાર જ સુધર્મ છે, એમ જૈન ધર્મ માને છે. માટે સુદેવ ને સદ્ગુરુને જ મસ્તક નમાવી વંદના કરાય અન્ય કોઇને નહિ. અન્યની અનુમોદના કરવી તે પણ મિથ્યાત્વની પ્રરૂપણા કર્યા બરાબર છે.પરંતુ રાજા જે દેવને માનતા હોય અને રાષ્ટ્ર પર આવેલી આફત, કુદરતી, માનવસર્જિત કે અન્ય રાજ્યો દ્વારા આવેલી આફત, મુશ્કેલી કે કટોકટી દૂર કરવા તે દેવોની પૂજા અર્ચના કરે. આ પૂજા અર્ચના અહિંસક વિધિથી કરવામાં આવતી હોય તો આવી જાહેર પ્રાર્થનામાં રાષ્ટ્રહિત માટે શ્રાવકોને અપવાદરૂપ ઉપસ્થિત રહેવાની છૂટ આપવામાં આવી છે આમ વંદના સૂત્રમાં રાષ્ટ્રચિંતન અભિપ્રેત છે. જરૂરિયાતથી વધારે સંપત્તિ કે વસ્તુઓનો પરિગ્રહ ન કરવાનું અપરિગ્રહ વ્રતમાં જણાવાયું છે. આ વ્રતનું પાલન સંગ્રહખોરી નફાખોરી અને કૃત્રિમ અછતની પરિસ્થિતિને ટાળશે જે રાષ્ટ્રહિતમાં છે. વધારાની સંપત્તિનું દાન દ્વારા વિસર્જન કરવાનું અપરિગ્રહવ્રતમાં જણાવાયું છે. વધુ ભેગું કરી લેવાથી અમર્યાદ ભોગ-ઉપભોગ નિવારવા માટે અપરિગ્રહ સાથે ભોગ-ઉપભોગ પરિમાણની વાત કહી છે તે ઉપભોક્તાવાદથી માનવજાતને ઉપયોગી સંસ્કૃતિ તરફ લઈ જશે. આમ અપરિગ્રહવ્રત રાષ્ટ્રના સમાજવાદના આદર્શને ચરિતાર્થ કરવામાં સહાયક બને છે. અશાંતિ દૂર કરી શાંતિ સ્થાપવા માટે અહિંસા એ રામબાણ ઈલાજ છે. બીજાના મત અને વિચારને ગણત્રીમાં લેવાની વાત અનેકાંતમાં છે તેના દ્વારા આંતરિક અને આંતરરાષ્ટ્રીય સંવાદિતા સુમેળ સ્થપાશે. સ્થાનાંગ સૂત્રના ૧૦માં અધ્યયની ૧૨૭મી ગાથામાં ૧૦ પ્રકારના ધર્મમાં રાષ્ટ્ર ધર્મનો ઉલ્લેખ છે. दस विहे धम्म पण्णते तं जहां गाम धम्म णगरधम्म रट्टधम्म पासंड धम्म, कुलधम्म संघ धम्मे चरित धम्मे अस्थिकाय धम्मे । ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, અન્યધર્મ, કુલધર્મ, ગણધર્મ, સંઘધર્મ, જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International ૧૮૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy