SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વૃક્ષની છાયામાં બિરાજમાન થાય છે. પ્રભુની વાણી હજારો પશુ પક્ષીઓ પણ સાંભળે છે. પ્રભુના લાંછનો વૃષભ, સિંહ, કાચબો, સર્પ આપણને પ્રાણીઓ સાથેના પ્રેમનો સંદેશ આપે છે. જૈન ધર્મ સાથે વિજ્ઞાન એવી રીતે વણાયેલું છે કે તે રોજિંદી જીવનશૈલીનો જ એક ભાગ છે. જેમકે ચાતુર્માસ દરમ્યાન ખાસ પાણી ઉકાળીને જ પીવામાં આવે છે જેથી પાણીજન્ય રોગ થવાનો ભય ન રહે. ચાતુર્માસ દરમ્યાન સૂર્યના કિરણો પૃથ્વી પર નહિવત્ જ પડે છે જેને કારણે મહામારી ફેલાવાનો ડર રહે છે જેનાથી બચવા માટે પાણી ઉકાળીને જ પીવામાં આવે છે વળી ઉકાળેલા પાણીમાં ફરીથી હવામાંથી બેક્ટેરિયા દાખલ થવાના સંજોગ હોય છે માટે ચાતુર્માસ દરમ્યાન પાણી એ પીવાના ઉપયોગમાં લેવામાં આવતું નથી. બીજો નિયમ- અષ્ટમી અને ચતુર્દશીને દિવસે લીલાં શાકભાજીનો ઉપયોગ વર્જ્ય હોય છે કારણ કે એ દિવસોમાં શરીરમાં રહેલું પ્રવાહી ચંદ્રમાની અસર હેઠળ હોય છે. લીલા શાકભાજીમાં પાણી વધુ પ્રમાણમાં હોવાથી એનો ઉપયોગ કરવામાં આવતો નથી. દરિયાના પાણીમાં પણ એ સમયે વધુ ભરતી આવે છે. આપણે જોયું કે આગમશાસ્ત્રોમાં વિજ્ઞાનની ઘણી શોધોના ઉલ્લેખ આવે છે. જેમ કે આવશ્યક ચૂર્ણિ, નીશિથ ચૂર્ણિ વસુદેવ હિંડીમાં કક્કાસ નામના શિલ્પી એ રીમોટ કંટ્રોલથી વિમાન ઉડાડવાની વાત આવે છે એ રીમોટ વડે પ્લેનના દરવાજા ખોલે છે અને બંધ કરે છે તે જ પ્રમાણે ગણિત, ખગોળ, ભૂગોળ, જીવવિજ્ઞાન વગેરેને પ્રતિપાદિત કરતો ગ્રંથ તિલોય પન્નતિ પણ છે. કલ્પસૂત્રમાં આવતું પ્રભુ વીરના ગર્ભનું સ્થાનાંતર આજના મેડિકલ વિજ્ઞાનમાં હજી સફળતાપૂર્વક થયું નથી. કલ્પસૂત્રમાં વર્ણવેલી કાલકાચાર્યની કથા અનુસાર તેઓ શક લશ્કરને ગર્દભીલ રાજાના ગર્દભને કેવી રીતે ક્યારે અને ક્યાં બાણોની વર્ષા કરવી તેવી તાલીમ આપે છે. કર્મ અને વિજ્ઞાનનો સંબંધ જોઈએ તો શુદ્ધ આત્મા એટલે જીવ અને જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International ૧૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy