SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સવારની પ્રથમ બેઠક ડૉ. જિતેન્દ્ર શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ‘જૈન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો' એ વિષય પર કુલ નવ વિદ્વાનોએ લેખનું વાચન કર્યું હતું. કું. તરલાબેન દોશી, કું. બીનાબેન ગાંધી, શ્રી પ્રવીણભાઈ શાહ, ડૉ. નવીનભાઈ દોશી, બીજી બેઠકનું અધ્યક્ષ સ્થાન ડૉ. બિપીન દોશીએ સંભાળ્યું હતું અને તેઓએ બે વિષય પરના લેખોની બેઠકનું સંચાલન કર્યું હતું (૧) જૈનધર્મમાં માનવસેવા, જીવદયા અને રાષ્ટ્રચિંતન, (૨) જૈન એકતા સંગઠન અને સંવાદિતા અનુક્રમે પ્રથમ વિષય પર શ્રી યોગેશભાઈ બાવીશી, શ્રી ગોવિંદભાઈ લોડાયા આદિ વિદ્વાનોએ પોતાના નિબંધો રજુ કર્યા હતા. ભોજનના વિરામ પછીની બપોરની બેઠક જ્ઞાનચર્ચાથી સભર રહી આ બેઠકમાં (૧) ડૉ. શેખરચંદ્ર જૈનના અધ્યક્ષસ્થાને ‘કર્મસિદ્ધાંત' પર હિન્દી ભાષામાં પેપર વાચના પ્રસ્તુતિ થઈ (૨) અહિંસા મીમાંસા વિષય પર ડૉ. પ્રેમસુમન જૈનના અધ્યક્ષસ્થાને હિંદી ભાષામાં પેપર વાચના પ્રસ્તુતિ થઈ (૩) ડૉ.. બળવંત જાનીના અધ્યક્ષપદે અંગ્રેજી ભાષામાં નિબંધવાંચન થયું હતું. ડૉ. કોકિલાબેન શાહ, શ્રી હેમાંગ અજમેરા વગેરેએ વાચના કરી. આ દિવસે વિદ્વાનો, સાહિત્યપ્રેમીઓ અને શ્રોતાઓએ ખૂબ જ રસથી-ઉમંગથી જ્ઞાનચર્ચાની રસલ્હાણ માણી હતી અને સંપૂર્ણ ઉમંગથી સંપૂર્ણ સહકાર આપ્યો હતો. - તા. ૧૦-૧-૨૦૦૫નો ત્રીજા દિવસનો પ્રારંભ પૂ. નમ્રમુનિશ્રીના નવકારમંત્રના દિવ્ય ધ્વનિના દિવ્ય સ્પંદનો સાથે ખૂબ કલ્યાણમય વાતાવરણમાં થયો હતો. પૂ. શ્રીના મંગલમંત્ર પછી પૂ. સુબોધિકાબાઈ મહાસતીજીએ આ પૂર્ણાહુતિ બેઠકના આરંભે, આ જ્ઞાનસત્રના વિષયોનું કયા કયા જૈન આગમગ્રંથમાં આલેખન થયું છે તેની તુલનાત્મક, માહિતીસભર, રસપ્રદ વિગતો આપી સહુ કોઈને પ્રભાવિત કર્યા હતા. ગઈકાલની બેઠકમાં, સમયના અભાવે જેમના નિબંધોનું વાચન થઈ શક્યું ન હતું તેવા વિદ્વાનોના કુલ ૮ લેખોનું, પ્રા. ડૉ. રસિકભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy