SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અહમ્ મનુષ્ય પાસે અનેક કુકૃત્ય કરાવે છે. નાની-નાની બાબતોમાં ઝઘડા આ અહમુને લીધે જ પેદા થાય છે. સાચું પૂછો તો બધા સંબંધોને તોડવાનું કારણ આ અહમ્ બની જાય છે. ઈગો'ની પૂર્તિને માટે એ કયો કુપથ નથી અપનાવતો? મનુષ્યના મનને કાચ જેવું સ્વચ્છ અને નિષ્કપટ માનવામાં આવ્યું છે. એ દગાબાજી કે છળ નહીં કરે એવો એની માનવતાનો ગુણ માનવામાં આવ્યો છે. પણ આજે આપણે મુખવટાની જિંદગી જીવવાવાળા કેટલા કપટી છીએ? આપણે દરેકની સામે વ્યવહાર તો એવો કરીએ છીએ કે જાણે એને માટે જીવ કાઢી આપશું. પણ અંદરથી એનાં જ મૂળિયાં ખોદી નાખીએ છીએ. આ જ છે આપણી વર્તમાન સભ્યતા, એટલે તો કોઈ કવિએ કહ્યું છેઆદમીમેં ઇસ કદર વિષ ભર ગયા છે, વિષધર કા વિષ હી સારા ઝર ગયા હૈ, કલ સુનોગે, આદમી કે કાટનેસ- રાતે મેં સાંપ કોઈ મર ગયા છે. કપટનો સંબંધ અહમ અને અસત્ય બન્ને સાથે હોય છે. અસત્યવાદીતા આજે સહુથી વધારે પાંગરી રહી છે. આપણે ડગલે ને પગલે સમ ખાઈને ખોટાનું સાચું કરી રહ્યા છીએ. પણ વિશ્વાસ રાખો, અસત્યનો ભાંડો ફૂટે જ છે. અસત્ય બોલનારો પહેલાં પોતાને ઠગે છે, પછી બીજાને. એક જુઠાણાને છુપાવવાને માટે એ અનેક જુઠાણાં બોલે છે જ્યાં સુધી માણસમાં હિંસા, અહમ, કપટ ને જૂઠું બોલવાની વૃત્તિ રહેશે, ત્યાં સુધી તે પવિત્ર નહીં બની શકે. એમાં માનવતાનો વિકાસ ન થઈ શકે. પવિત્રતાનો સંબંધ માત્ર સ્નાન અને ધોયેલાં વસ્ત્રોના ધર્મ પૂરતો સીમિત નથી પરંતુ, આપ સ્નાન કરીને પૂજન માટે જઈ રહ્યા છો, રસ્તામાં એક પીડાથી કણસતી, ગંધાતું લોહી ઝરતી વ્યક્તિના ત્રણ સાફ કરો છો તો આપે સાચા, પવિત્ર માનવતાના ધર્મનો નિર્વાહ કર્યો છે, અહીં પવિત્રતા એની સેવાની છે દુખીની સેવા ખરેખર પ્રભુસેવા છે. જૈન દર્શનમાં આ ૬ આત્માના ધર્મો યા આચરણોને મનુષ્યને બાંધવા અર્થાત્ સ્વાધીન યા આત્મપ્રદેશમાં વાળવાની દિશા દેનારા કહ્યા છે, મનુષ્ય શાનધારા (૧૦૩) જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy