SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જળવાઈ રહેશે. પ્રભુના ઉપદેશના પાવનપુષ્પો આત્મસાત્ કરી જીવન સજાવીએ તો જ પરિવાર, સમાજ અને રાષ્ટ્રની છબી બદલાઈ જાય અને આપણે ગર્વભેર કહીએ અમે વીરના સંતાન છીએ અને ભવાન્તરે પણ આનંદ હી આનંદ થઈ જાય. જીવદયાના પ્રચાર માટે નિબંધ સ્પર્ધા, વકતૃત્વસ્પર્ધા, નાના મોટા પરિસંવાદ, પોસ્ટર પ્રદર્શન યોજવા જોઇએ. જીવદયા, માનવસેવાના કાર્યને વેગવાન બનાવવા હજી વધારે સાહિત્ય પ્રકાશિત કરવું જોઇએ જેથી સમાજનો બહોળો વર્ગ સવિશેષ જાણકારી મેળવી આ ઉમદા કાર્યના પ્રચાર કાર્યમાં જોડાશે. પ્રત્યેક જીવ સાથે મૈત્રીભાવ, પોતાની જરૂરિયાતને નિમ્નસ્તરે લઈ જવી, આ વસુંધરાની અખૂટ અમૂલ્ય સંપત્તિના નિરર્થક વ્યય પર સંપૂર્ણ અંકુશ, માનવીની દરેક નિર્બળતા પ્રત્યે સહનશીલતા આ બધી મહાવીર ભગવાનની માનવજાતને આપેલ અદ્ભુત ભેટ છે. તેમણે સ્વયં આ ઉચ્ચત્તમ ઉત્કૃષ્ટ ઉમદા આદર્શોનું પાલન અટલ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરી બતાવ્યું છે. આપણે આવો જ સંકલ્પ કરી વ્યક્તિ સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપી કૃતજ્ઞતા ધન્યતા અનુભવીએ. (જ્ઞાનધારા) ૮૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy