SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ SEVDEBBBBB.83383BBBBBBBBBBBBBBBBBB zilol Ellusi ROBERBROBERGBRUDERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRERUPERUEBRERBARU પુરુષાર્થની જરૂરિયાત છે તે બતાવે છે. स्वयं पाक उपायाच्च फलानां स्याद्यथा तरोः तथात्र कर्मणां पार्फ स्वयं चोपायतो भवेत् ॥३६॥ विशुध्यति यथा स्वर्ण सदोषमपि वहिना । तद्वच्छुध्यति जीवोऽयं तप्यमानस्तपोग्निना ॥३७॥ જેમ વૃક્ષ ઉપર ફળોનો પાક સ્વાભાવિક થાય છે, તેમ ઉપાયથી પણ થાય છે. તેમ અહીં કર્મનો પાક (ઉદય) પોતાની મેળે થાય છે, તેમ ઉપાયથી પણ થાય છે. મેલવાળું સોનું જેમ અગ્નિ વડે વિશુદ્ધ થાય છે તેમ તપરૂપ અગ્નિ વડે તપતો આ જીવ શુદ્ધ થાય છે. ભાવાર્થ: આંબા, કેળપ્રમુખના ફળો ઝાડ ઉપર કેટલીક વખત પાકે છે પણ તે પાકવા વધારે વખતની જરૂર પડે છે. જેને તે ફળ ખાઈને આનંદ લેવાની વહેલી ઇરછા હોય અથવા ઝાડ ઉપર તે ફળો પોતાની મેળે યથાયોગ્ય પાકે ત્યાં સુધી તેની રાહ જોવાની ધીરજ ન હોય તેમણે તે કાચાં ફળોને ઘાસ, પરાળ કે જેનાથી વધારે ગરમી મળે તેવા બાફવાળા સ્થાનમાં રાખવાં, જેથી ગરમીની મદદથી ઘણા થોડા વખતમાં તે ફળો પાકી જશે. આ પ્રમાણે ફળો પકવવાનો નિયમ આપણા અનુભવમાં આવે છે. વિશેષ તફાવત એટલો છે કે વૃક્ષ ઉપર ફળો સ્વાભાવિક રીતે પાકે છે તેમાં તે પકાવવા નિમિત્તે મહેનત કરવાની આપણને જરૂર રહેતી નથી. પણ તે ફળોને તેના કુદરતી નિયમથી વહેલાં પકાવવા હોય ત્યારે તે નિમિત્તે મહેનત કરવાની જરૂરિયાત રહે છે. આવી જ રીતે કર્મનો પાક પણ (ઉદય-અનુભવ પણ) છે બે પ્રકારે થાય છે. એક રીતિ તો એ છે કે કમો સ્વાભાવિક BOBERGBBBBBBBBBBBURRREBBBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURBURUBURBEDBURG e B&B BUDERURUBURBURBRBEURRE BORSBEREDEROS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy