________________
allol Ellis PUBBBBBBBBBBBBBBUBURBSBUBBBBAREBBE
1828888888888888888888888888H8888888888888888888888888888888888888888888888888
થઈ શકે તેમ છે. આ શરીરથી અનેક વ્રત, તપ, જપ, વિનય, વૈયાવચ્ચ (ભક્તિ), આત્મચિંતન, ધ્યાન, સમાધિ વિગેરે થઈ શકે તેમ છે, ઈત્યાદિ વિચાર કરી તેને ઉપયોગી કામે લગાડવું અને તે દહેનો નાશ ન થાય તે પહેલાં તેનો સારો ઉપયોગ કરી લેવો. પુનર્જન્મ ન આવે અને ફરી ફરી આવા અશુચિવાળા દેહમાં પ્રવેશ કરવો ન પડે તેવો રસ્તો સિદ્ધ કરી લેવો. ૨.
બનાવો અને પાછું નાશ પામે તો તે બનાવ્યું પણ શા ? કામનું ? આથી શરીરનો વિનાશી સ્વભાવ બતાવાય છે કે વારંવાર આ શરીર પતિત થાય છે, તે ન થવા માટે કોઈ ઉપાય શોધવો જોઈએ અથવા તેનો નાશ ન થાય તે પહેલાં અવિનાશી સ્વભાવ સાધ્ય કરી લેવો અથવા તેવું શરીર બનાવવું તે યોગ્ય નથી. એટલે તેવું વિનાશી શરીર બનાવવું ન પડે અને તેના સિવાય રહી શકાય તેવી અલૌકિક સ્થિતિ મેળવી લેવી. “જન્મ્યો અને ફોગટ મરી ગયો, તો જભ્યાનું પ્રયોજન શું?' જન્મીને ફોગટ ન મરવું પણ એવું કાર્ય કરીને મરવું કે પાછું ફરી મરવું જ ન પડે. અથવા દુનિયાને ઉપયોગી થયા સિવાય મરવું નહિ. સારામાં સારા કામ કર્યા પછી આ દેહ પડે તો જ તેનું જન્મવું તે સફળ છે વળી તે કાર્ય કરતાં કીર્તિ મેળવવાની કે માનની આશા કે ઈચ્છા રાખવી નહિ પરંતુ સ્વભાવથી જ પરોપકારને અર્થે તેવી શુદ્ધ વૃત્તિ ધારણ કરીને સારું કાર્ય કરવું કે જેથી પોતાના આત્માને શાંતિ થાય અને લોકમાં સારા કાર્ય કરેલ હોવાથી ફરીને જીવતો છે તેમ જ ગણાય તથા મૃત તરીકે કોઈ ગણે જ નહિ. આ સર્વ કહેવાનો આશય એ છે કે શરીરનું અશુચિપણું સમજી તેમાં મોહક મમત્વ ધારણ ન કરવું અને અવશ્ય નાશ પામનારું છે તેમ જાણી તેનો સારો ઉપયોગ કરવો.
GEBEDOBBERCREDOBSZORSZEREPESURUBURCEVEURGEBAURURURUBURBERROBOREBBREROBOROBUDU
GRUBUROBUBBBBBEROBERUBBBBBBBBUBBBBBBBBBBerge
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org