SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ 88888888888888888888888888888888888888888 દિપકા 88888888888888888888888888888888888888888888888888888888888888888H88888S RSS પુત્ર, મિત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, રાજ્ય, ગૃહ ઇત્યાદિ વસ્તુઓ તો આત્માથી સર્વથા ભિન્ન હોય તે સ્વાભાવિક રીતે જ સમજી શકાય તેમ છે. જેમ દરેક જડ વસ્તુ આત્માથી જુદી છે તેમ જિનેશ્વર ભગવાનના અભિપ્રાય પ્રમાણે દરેક આત્માઓ પણ પરસ્પર | ભિન્ન છે પછી તે ગમે તેવો દેહ ધરાવતો હોય કે દેહરહિત સિદ્ધ સ્વરૂપ હોય છતાં પણ પરસ્પર ભિન્ન સ્વરૂપ તો ધરાવે છે. આત્મસત્તા સર્વની સરખી ગણવામાં આવે છે. ગમે તેવા દેહમાં આત્માએ સ્થાન લીધેલું હોય છતાં સત્તા સ્વરૂપે સર્વ સરખા છે. કર્મની પ્રકૃતિના સ્વભાવને લઈને કે અધિક ઓછાશને લીધે વિચિત્રતા દેહધારી આત્માઓમાં દેખાય છે છતાં શુદ્ધ સ્વરૂપમાં સરખાપણું છે તેમ જ દેહાતીત શુદ્ધ સ્વરૂપ સિદ્ધાત્માઓ સર્વ આત્મશક્તિમાં, સ્વરૂપમાં, જ્ઞાનમાં, આત્માનંદમાં પરસ્પર સર્વ સરખા છે તેમાં કાંઈ ફેરફાર નથી. છે અહીં દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે કે એક ગૃહમાં એક હું જાતના સરખા પ્રકાશવાળા દશ દીવાઓ હોય તે સર્વની પ્રકાશશક્તિ એક સરખી છે, છતાં દરેક દીવાઓ જુદા છે. હે અંગી ! દેહધારી આત્મા ! તારા પોતાના આત્માથી હું બાકી બધા સર્વ પદાર્થ જુદા છે, તેનો તું વિચાર કર. બધાથી તારા આત્માને વ્યાવૃત્ત (અલગ) કર. અલગ અનુભવેલ દેશ્ય પદાર્થ તે આત્મા નહિ, આ પણ હું નહિ, આ પણ હું નહિ આ પણ હું નહિ, એમ કરતાં કરતાં ઘર, કુટુંબ, સ્ત્રી, પુત્ર દેહ, વાણી, મન વગેરેને બાદ કરતાં કરતાં છેવટે જે કાંઈ રહે તે તું છે, તે જ આત્મસ્વરૂપ છે એમ નિશ્ચય કર અને તેવા દ્રશ્ય પગલિક સંયોગોનો વિયોગ થાય, ઇષ્ટ ચાલ્યું જાય કે આવી મળે તો પણ તેથી હર્ષશોક બિલકુલ ન થાય 8888888888888છ8888888છ888888888888888888888888888888છ8888888888888888Jg 08 BBBUREAUBURBBBBBBBBBBBBBBURBRUKERURBERBUKA Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy