SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ 3,388 SSRBRC,લેમ્સ રમ્ય ખરખરખરામ્ય 9638યાનદીપિકા અર્થ : જે પુરુષ સાક્ષાત્ રત્નત્રય (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર)ને પ્રાપ્ત થયા વગર ધ્યાન કરવા ઈચ્છે છે, તે મૂર્ખ આકાશના ફૂલોથી વંધ્યાના પુત્ર માટે સેહરો (હાર) ચાહે છે. 5 આદિપુરાણ જે જીવ, તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ સમજતો નથી અને વિપરીતભાવે અતરૂપ વસ્તુને તરૂપ ચિંતવન કરી લે છે તેમજ પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાબુદ્ધિ કરે છે તે માત્ર સંક્લેશ સહિત ધ્યાન કરી રહ્યો છે. (આદિપુરાણ) ચિત્તની વિશુદ્ધિને માટે તત્વાર્થની ભાવના ભાવવી જોઈએ, કેમકે તેથી જ્ઞાનની શુદ્ધિ થાય છે અને જ્ઞાનની શુદ્ધિ થતાં ધ્યાનની શુદ્ધિ બને છે. (આદિપુરાણ) અધ્યાત્મ સ્વરૂપના જ્ઞાતામુનિ, સૂના ઘરમાં, સ્મશાનમાં, ગાઢ વનમાં, નદીના કિનારે, પર્વતના શિખરે, ગુફામાં, વૃક્ષની પોલાણ કોતરમાં, અથવા તેથી પણ વિશેષ પવિત્ર કોઈ મનોહ૨ પ્રદેશમાં કે જ્યાં આતાપ ન હોય, અતિશય ગર્મી કે ઠંડી ન હોય, પ્રચંડ વાયુનો પ્રચાર ન હોય, વરસાદ વરસતો ન હોય, સૂક્ષ્મજીવોનો ઉપદ્રવ ન હોય, પાણીના ધોધ ચાલતા ન હોય, મંદ મંદ વાયુ વાતો હોય, પલાંઠી આસનબદ્ધ ખોળામાં ડાબો હાથ એવી રીતે રાખેલ હોય કે જેથી હથેળી ઉપર હોય, તેની ઉપર જમણા હાથની હથેળી હોય, આંખો અર્ધમંચેલી હોય, ન ખુલ્લી કે ન બંધ હોય, ધીરે ધીરે શ્વાસ લેવાતો હોય, નીચેના બન્ને દાંતોની પંક્તિ મેળવી બંધ રાખે તેમજ ધીર-વીર બની મનની સ્વચ્છંદ ગતિને રોકે તથા પોતાના અભ્યાસ અનુસાર મનને હૃદયમાં, મસ્તક પર, લલાટમાં, નાભિ ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ રાખી, પરિષહો વડે ઉત્પન્ન થયેલ બાધાઓને સહન કરે, નિળાકુળ ૩૯૦ ફ8888&<WK,RY&KGKS@@@GSa99@s9@@@ Jain Education International Ta88888888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy