________________
421101 Elfys) BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBR.
DEA8888888888888888888888888888888888888888888888888888888888888888888888888
(૧૮) જે પ્રકારના સમ્યક માર્ગે કરી વીતરાગદેવ વીતરાગ
નિષ્પન્નતાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે, એમ ચિંતવતાં ચિંતવતાં તે જ્ઞાન તે શું ? એમ
ભાવવું. (૧૯) તે ભાવના દઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો
કહ્યા છે, તેનું ભાવન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવવો, સર્વાગ ચિંતવવો.
ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઊત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્યમાર્ગ તે બોધસ્વરૂપ એવા જ્ઞાનીપુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન પ્રેમ એ છે. જ્ઞાનીપુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી; અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે; એમ અમને તો દૃઢ કરીને લાગે છે.
(શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૪૧૬) પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે છે ધ્યાવન આત્મા પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.
GBBBASAUBERBAURUAUERRESURRECRURUBUEURSBUREBOREALECRURUBURRRRRRRRRRRRUROBCBEAR
SREBBBBBBBBBBBURGBORBRESBBBBBBASUBURBRORUR 399
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org