________________
SBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB zilol Ellos
RYH8888888888888888888888888888888888888888NSISUSR8888888ISIRSBERGHER B8 RSS
તત્વ સ્વરૂપ ધારણા सप्तधातुविना भूतं पूर्णेन्दुविशदद्युतिम् ।
सर्वज्ञकल्पमात्मानं शुद्धबुद्धिः स्मरेत्ततः ।१५४। ततः सिंहासनासीनं सर्वातिशयभासुरम् । विध्वस्ताशेषकर्माणं कल्याणमहिमान्वितम् ॥१५५॥ स्वांगगर्भे निराकारं स्वं स्मरेदिति तत्त्वभूः ।। साभ्यास इति पिंडस्थे योगी शिवसुखं भजेत् ॥१५६।। - ત્યાર પછી સાત ધાતુ વિનાના પૂર્ણચંદ્ર સમાન નિર્મળ છે કાંતિવાળા, સર્વજ્ઞ સરખા પોતાના આત્માને શુદ્ધ બુદ્ધિવાળા ધ્યાતાએ ચિંતવવો. ત્યાર પછી સિંહાસન પર બેઠેલા, સર્વ અતિશયથી દેદીપ્યમાન સર્વ કર્મનો નાશ કરનાર, માંગલિક છે મહિમાવાળા, નિરાકાર આત્માને પોતાના શરીરની અંદર ચિંતવવો તે તત્ત્વ સ્વરૂપ ધારણા છે. આ પ્રમાણે પિંડસ્થ ધ્યાનમાં સતત અભ્યાસવાળો યોગી મોક્ષસુખ પામે છે.
ભાવાર્થ ? વારુણીધારણા સિદ્ધ થયા બાદ શુદ્ધ બુદ્ધિવાળા ધ્યાતા યોગીએ, સાત ધાતુ વિનાના સ્વરૂપવાળો એટલે લોહી, માંસ, હાડ, ચામ આદિ શરીરની અંદર રહેલી ધાતુ સિવાયના સ્વરૂપવાળા અને પૂર્ણચંદ્ર સમાન નિર્મળ કાંતિને ધારણ કરનારા પોતાના આત્માને સર્વજ્ઞના સરખો ચિંતવવો. એટલે જે સર્વજ્ઞ તે જ હું છું, મારામાં અને સર્વજ્ઞમાં જરા પણ તફાવત નથી. આ વિચાર મનની કલ્પનામાત્ર જ નહિ કે બોલવા માત્ર જ નહિ; પણ જાણે સાક્ષાત્ સર્વજ્ઞપણાનો અનુભવ કરતા હોઈએ તેમ, બીજું બધું ભાન ભૂલી જઈ, હું સર્વજ્ઞ જ છું, આ જ ભાન જાગ્રત રહે તેવી રીતે પોતાના આત્માને સર્વજ્ઞ સ્વરૂપ ચિંતવવો.
BUBBBBBBBBBBBBBBBBURGBUBUBUBUBUBURURERVERBORGBUBUBURUBUBURBURURUBUBUBUBUR
315 BOBOBOROBOBOBEBERBAGBUBBERBOBEBEBSBEREDES
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org