________________
BBBBBBBBBBBBUBBBBBBBBBBBUREABREReziloEllosi
QURUBURBROBUBUBBBBBBBBBBBBBBBBBBBURBRURU BEBUBBBBBBBUBURURUBURBBBBBBBBBBBBB133
રપ. સમતામાં લીન થવું : સર્વ જીવોને પોતાની છે સમાન જોવા, શુભાશુભ કર્મની અપેક્ષાએ જે વિષમતા કે વિવિધતા આપણા જોવામાં આવે છે તેના તરફ દષ્ટિ ન હું આપતાં આત્માના મૂળ સ્વરૂપ ઉપર લક્ષ આપવું, તે આંતરસ્વરૂપ તરફ દષ્ટિ થતાં સર્વ જીવો જરા પણ તફાવત વગરના અનુભાવમાં આવશે. આત્મા સ્વભાવે જેવો છે તેવો ને તેવો જ છે. અનંતકાલથી જે સ્વભાવ છે તે અત્યારે પણ છે ને અનંતકાલે પણ તેવો જ રહેશે. જે સિદ્ધ પરમાત્માનો આત્મા છે તેવો જ આપણો આત્મા અત્યારે પણ છે. સત્તા એટલે આત્માના મૂળ સ્વભાવ તરફ દૃષ્ટિ આપતાં સર્વ જીવો તરફ સમતા લાવવાનું કામ સહેલું થાય છે. વિષમતા એટલે રાગદ્વેષની પરિણતિથી ઉત્પન્ન થયેલી વિવિધતા. એ સર્વ વિષમતા શુભાશુભ કર્મનાં પરિણામો તરફ જોતાં જ દેખાવ આપે છે. આવી સમતામાં લીન થનાર જીવને આત્મધ્યાન પ્રાપ્ત થવામાં જરા પણ વિલંબ લાગતો નથી. ખરેખર ધ્યાનની યોગ્યતા આ લક્ષણવાળામાં હોય છે. આવા લક્ષણોથી જેનું મન શુદ્ધ થયેલું છે, તે ધ્યાન કરવાને યોગ્ય અધિકારી મનુષ્ય છે. આ સર્વ ગુણો બહુ જ મનન કરવા જેવા છે. દરેક ગુણ પોતાની અંદર પ્રગટ થાય તે માટે ઘણા જ આગ્રહપૂર્વક પ્રયત્ન રાખતા જે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું અત્યારે વિષમ જેવું થઈ પડેલું જણાય છે, તે એવું તો સરલ થઈ પડશે કે સહેજ વખતમાં આત્મસ્વરૂપ અનુભવી શકાશે.
ધ્યાનશતકમાં કહ્યું છે કે – सव्वपमायरहिया मुणिणो खीणोवसंतमोहा य । झायारो नाणधणा धम्मझाणस्स निद्दिट्ठा ॥१॥
સર્વ પ્રમાદરહિત, જ્ઞાનરૂપ ધનવાળા, ક્ષીણ મોહવાળા છે અથવા ઉપશાંત મોહવાળા (અનંતાનુબંધીની ચોકડી તથા
BURURUBUBUBUR UBRZEGBURUBURUBURUBBBVHUBUBUBUBUBBBBBUBUBURUAKBGBUBUBUDUBE
(307BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBORRERO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org