SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 88888 યાન દીપિકા છે989 ઉત્સ88નીરખKÚKGK989833833, ત્યારે એક પ્રાણાયામ થયો. દરેક ક્રિયાના અભ્યાસમાં વખતને હળવે હળવે વધારતા જવું, ઉતાવળ કરવી નહિ. દરેક ક્રિયા, પ્રમાણ સહિત અને યથાયોગ્ય રીતિથી થવી જોઈએ. શ્વાસને સારી પેઠે અંદર ખેંચ્યા પછી એકદમ છોડી દેવો નહિ. આ પ્રમાણે જો પ્રાણાયામ શીખશો-અભ્યાસ કરશો, તો તમારામાં અપૂર્વ બળ આવશે. રોગમાત્ર દૂર જશે. લોહીબગાડથી થતાં સઘળાં દર્દો તેમ જ ક્ષય રોગ સુદ્ધાં પ્રાણાયામના અભ્યાસથી નાશ પામશે. પ્રાણાયામ કરનાર કેટલાક માંદા થાય છે. આનું કારણ એ છે કે તેઓ કુદરતનો નિયમ જાણતા નથી. આટલી પળોમાં શ્વાસ લેવો, અને આટલી પળો પછી છોડવો જોઈએ એ તેઓની ખોટી હઠથી મંદવાડ થાય છે. દરેક ક્રિયા, દરેક ભાગ અને દરેક ભેદના વખતને વધારવાનો અવશ્ય પ્રયત્ન કરવો. પણ થાક લાગે, કંટાળો ઉપજે એવું તો કદી કરવું જ નહિ. એકદમ શ્વાસને ખેંચવાનો કે રોકી રાખવાનો પ્રયત્ન કરવો નહિ. ધીરે ધીરે સ્વાભાવિક રીતે જ અભ્યાસ વધારવો. શ્વાસને માંહી લેવાની અને ધારણ કરી રાખવાની બે ક્રિયાથી થાક લાગ્યો જણાય કે કંટાળો આવે તો તરત જ આરામ લેવો. એક દિવસમાં આઠેય કરવી. બીજે દિવસે પછી આઠેય કરવી. થાકી જાઓ તો પહેલી ચાર ન કરવી. તેથી બીજી સુગમતાથી પૂરી થશે. પ્રાણનો આયામ તે પ્રાણાયામ-પ્રાણની કસરત અથવા પ્રાણનો નિરોધ. આ રીતે કરવાથી ઘણો જ લાભ થાય છે. શરીરની શક્તિ વધારવાની એક જાતની પ્રાણની કસરત તેનું નામ પ્રાણાયામ છે. પ્રાણાયામમાં કોઈ ગુપ્ત ભેદ કે અજાયબી જેવું કાંઈ નથી. તેમાં ગુપ્ત રહસ્ય માનનારા 8888@88888&88&9s8@KGKS&# &#G88888 ૨૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy