________________
કેમ કે દુઃખ ખોટી સમજણમાંથી ઉપજે છે. શ્રી નવકારના સ્મરણથી સાચી સમજણ આવે છે. તેથી આપણાં કરેલાં કર્મો જ આપણને દુ:ખી કરે છે. એ વાત મનમાં નક્કી થવાથી શ્રી નવકારને ગણનારો બહારના ખરાબ નિમિત્તો-ખરાબ પરિસ્થિતિથી દુ:ખી થતો નથી. પણ આ બહાને કર્મનો ભાર હળવો થાય છે. અને શ્રી નવકારનો જાપ વધુ કરવાની તક મળી એમ જાણી રાજી થાય છે.
પ્ર. ૧૪ શ્રી નવકારના જાપનું ફળ શું ?
પાપ કરવાની વૃત્તિનો નાશ. અર્થાત્ પાપ કરવું જેટલું ભયંકર નથી. એના કરતાં પાપ કરવાની વૃત્તિ વધુ ભયંકર હોઈ ‘શ્રી નવકારના જાપથી પાપ વૃત્તિનો સદંતર નાશ’ શ્રી નવકારમંત્રના જાપનું મુખ્ય ફળ છે.
પ્ર. ૧૫ શ્રી નવકારને ચિંતામણિ, કલ્પવૃક્ષ કામધેનુ આદિથી પણ વધારે મહિમાવાળો કેમ કહ્યો છે. ?
ચિંતામણિ આદિ પદાર્થો મનની ધારણાઓ પૂરી પાડેછે, પણ પુણ્યનો ઉદય હોય તો જ ધારણાઓ પુરી પાડે વળી એ ભૌતિક પદાર્થોને મેળવવાની લાલસા ઘટાડવાને બદલે વધારી મુકે છે.
પણ શ્રી નમસ્કાર મહામંત્ર તો પુણ્ય ન હોય અને પ્રબલ પાપનો ઉદય હોય તો તે પાપને તોડી પુણ્ય વધારી જગતના ભૌતિક પદાર્થો મેળવી આપે છે, તેમજ તે ભૌતિક પદાર્થોની લાલસા પણ ઘટાડી દે છે.
માટે શ્રી નવકાર ચિંતામણિ રત્ન આદિ કરતાં પણ
ચડીયાતોછે.
પ્ર. ૧૬ કેટલા નવકાર ગણવાથી નરક-તિર્યંચની ગતિ બંધ થાય ?
નવ લાખ.
શાસ્ત્રોમાં કહ્યું છે કે “નવ લાખ જયંતા નરક નિવારે” એટલે કે વિધિપૂર્વક ગુરૂની આજ્ઞા પ્રમાણે નવલાખ નવકાર-મહામંત્રનો જાપ કરવાથી નરક કે તિર્યંચગતિમાં લઈ જનારા પાપકર્મ કરવાની વૃત્તિનો નાશ થઈ જાય છે.
[ ૭૫ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org