________________
પ્રકાશકીય
પૂ. પા પંન્યાસ પ્રવર ગુરુદેવ શ્રી અભય સાગરજી મ. એ જિનશાસનમાં ૨૦મી/૨૧મી સદીના મહાપુરુષ હતા. ન આગમ-ખગોળ-ભૂગોળ -ધ્યાન-જાપના વિષયમાં તે તેઓશ્રીની આગવી હથોટી હતી. તેઓ શ્રી નવકારના તન અઠંગ આરાધક – સાધક હતા.
પૂજ્યશ્રી એ સ્વયં અનુભૂત શ્રી નવકારની સાધનાનો વિક રસાસ્વાદ બહુજન વર્ગને ચખાડવા શ્રી નવકાર સંબંધી
અનેક પુસ્તકોનું લેખન સંપાદન કર્યું હતું. તે-તે સમયે થોડું - ઘણું વિભિન્ન સંસ્થા/વ્યક્તિ દ્વારા પ્રકાશિત થયેલું હતું. તે - સર્વ પુસ્તકોનું એકીકરણ રૂપે પલ પલ સમરો શ્રી નવકાર તે પુસ્તક તમારી સામે ઉપસ્થિત થઇ રહ્યું છે.
જે અમારી સંસ્થા દ્વારા આ પ્રકાશન પ્રકાશિત થઈ ને વન રહેલ છે તેનો અમને અનહદ આનંદ છે.
પુસ્તકનું સૂયોગ્ય સંકલન – સંપાદન કરી આપનાર પૂજ્ય ગણિવર્ય શ્રી નયચંદ્ર સાગરજી મ. ના ઋણી છીએ. પુસ્તક સુચારુ પ્રિન્ટીંગ કરનાર શ્રી ધર્મિન હેમંતભાઇ મહેતા, ટવીંકલ પ્રિન્ટ એન્ડ પેક - ઊંઝા નો આભાર માનીએ છીએ. પૂર્વે જે-જે સંસ્થા/વ્યક્તિ દ્વારા પુસ્તકો પ્રકાશીત થયેલ છે તેઓની અનુમોદના કરીએ છીએ.
શ્રી નવકારના આરાધકો સાધકોને આ પુસ્તક સાધના - માર્ગનો સથવારો બની રહે તે મંગલ કામના સહ....
શ્રી આગમોદ્ધારક પ્રતિષ્ઠાન
QUE ABOUT US દદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org