________________
શ્રી નવકાર શરણં મમ
નવકાર મહામંત્ર શાશ્વત ધારા છે... આત્મદ્રવ્યના શુદ્ધ પર્યાયોની તે શુદ્ધ ધારા છે. પરમેષ્ઠિ તત્વોથી સભર સભર શુભ ધારા છે... તેના તરફનો સમર્પણ ભાવ સમ્યક્ત્વનો ઘાતક બને છે. સાધનાનું સંમાર્જન તે દ્વારા જ શક્ય બને છે. આજ સુધીના અનંતાનંત સિદ્ધાત્માઓનું સ્થાપત્ય આ નવકાર મહામંત્રછે. અને આવનારા અનંતાનંત ભવ્યજીવોનું આશ્રય સ્થાન આ જ મહામંત્ર છે. પૂજ્ય ગુરુદેવશ્રી સાધના ક્ષેત્રના અજોડ યાત્રી હતા... બાલ્યવયથી તેઓની સાધનાના સાક્ષી બનવાનું સૌભાગ્ય મળતું ગયું... જે સમર્પણભાવ પૂજ્યશ્રી કેળવી શક્યા હતા તે અપ્રિતમ હતો... જ્યારે જ્યારે ધ્યાનયોગ – મનોયોગ સ્થિરીકરણની વાત થતી ત્યારે પૂજ્યશ્રી ખાસ જણાવતાં કે ધ્યાનયોગમાં પ્રવેશવા માટે અબુધ અવસ્થામાં માત્ર શુદ્ધ શક્તિના સ્ત્રોત સમા શ્રી નવકારનો જપ યોગ, ભક્તિયોગ- ચિંતનયોગ અને અક્ષર ધ્યાનયોગ પર્યાપ્ત સાબિત થાય છે. માત્ર કલ્પના, કે વાતોની મંઝીલો બનાવવા કરતાં ચલાતી પા..પા પગલી વધુ તાકાતદાર હોય છે. આપણા શુદ્ધ સ્વરૂપના અરિસારૂપ પંચપરમેષ્ઠિ પ્રત્યે આપણો અહોભાવ જાગે... પૂરતો પરિચય વધે અને ભક્તિયોગ દ્વારા તેની દિવ્યશક્તિથી આપણો આંતરિક વિકાસ થાય તે માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ નાની - નાની પુસ્તિકાઓ દ્વારા નવકાર મહામંત્રની ઓળખ કરાવવાનો કરુણાજન્ય પ્રયત્ન કર્યો હતો... અને નવ એકાસણા દ્વારા વિશિષ્ટ આરાધના – પૂજા કરવાનું માળખું – અનુષ્ઠાન અંત:પ્રેરણા દ્વારા આપ્યું હતું...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org