________________
અર્થાત્ કપિલ (ભુરા) વર્ણની વિજળી પવનના માટે છે, અતિ લાલ રંગની વિજળી તાપ માટે છે, પીળા રંગની વિજળી પાપના માટે છે તથા સફેદ રંગની વિજળી વૃષ્ટિના માટે છે (તેમ જાણવું)
ભાવાર્થ એજ છે કે કા૨નું સ્વરૂપ વૃષ્ટિની સમાન સર્વ સુખદાયક છે, વળી કારનું સ્વરૂપ પંચદેવમય કહેલું છે, પાંચ દેવ એ જ પાંચ પરમેષ્ઠિ જાણવા જોઈએ. જેવી રીતે અહીંઆં કારનો પાંચ પરમેષ્ઠિઓની સાથે સંયોગ કરવામાં આવેલો છે, જેમ ‘અરિહંતાણં’ સિદ્ધા’‘આય રેયાળ” ‘વડ્વાયાનું” ‘સવ્વસાહૂળ’ અને કેવલ એ જ કારણથી સિદ્ધિઓનાં આઠે પદોમાં ‘મ્’ નો સંયોગ કરવામાં આવેલો છે, વળી કારને પાંચપ્રાણમય કહેવામાં આવેલછે. કારણ કે યોગિ લોકો પાંચ પ્રાણોનો સંયમ કરીને સિદ્ધિને પ્રાપ્ત થાય છે, તેથી સ્પષ્ટભાવ એ છે કે જેવી રીતે ધ્યાન કરનાર મનુષ્ય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપ ળકારના સ્વરૂપનું તેની અધિષ્ઠાત્રી દેવી વરદાનું ધ્યાન કરીને ચિંતન કરે છે તથા સિદ્ધિને પ્રાપ્ત કરે છે, જેવી રીતે શ્રી જૈનસિદ્ધાંતના અનુયાયી પંચ પરમેષ્ઠિ રૂપ પાંચ દેવનું ધ્યાન ધરીને સિદ્ધિને પ્રાપ્ત કરેછે, જેવી રીતે તાંત્રિક લોકો તેના યોગિનીપ્રિય નામનું સ્મરણ કરીને યોગિનીની ઉપાસનાથી સિદ્ધિને પ્રાપ્ત કરે છે અને જેવી રીતે સાંખ્ય મતને માનવાવાળાઓ તેને જ્ઞાન સ્વરૂપ માનીને તથા નરજિત્ માનીને નિર્ગુણરૂપમાં તેનું ધ્યાન કરીને સિદ્ધિને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે મનુષ્ય માત્ર સરલતાથી મઃ’ પદના જપ અને ધ્યાનથી સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે, તેથી ‘નમો’ પદમાં અણિમા સિદ્ધિ સિિવષ્ટ છે, તથા આગળના સિદ્ધિને દેવાવાળા સાત પદોમાં પણ ‘મ્” નો પ્રયોગ કરવામાં આવેલો છે.
જાપનો પ્રભાવ
“આ મહામંત્રના સ્મરણ (ચિંતનપૂર્વક જાપ)ના બલે સૂર્યથી અંધકાર દૂર ભાગે, તેમ સહજ-સિદ્ધ આત્માશક્તિઓની ખીલવણીના પરિણામે જગતના નાનાવિધ સંકટો દૂર ભાગે છે.”
Jain Education International
[ ૬૫ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org