________________
અધિષ્ઠિત થઈને આત્માએ પોતાને ધ્યાન કરવા યોગ્યનું સ્મરણ અને ધ્યાન કરવું જોઈએ, પહેલાના ’ શબ્દથી ધ્યાનની રીત જાણવી જોઈએ, ‘શે’ ઞકાર તથા ૐકારના સંયોગથી બને છે, ઝકારનું સ્થાન કંઠ છે. તથા ૐકારનું સ્થાન ઓષ્ટ છે, કંઠ સ્થાનમાં ઉદાન (રસ્તો હૃતતાનુમૂમધ્યમૂર્ધિ ચ સંસ્થિતઃ ॥ ૩વાનો વૈશ્યતાં તૈયો ગત્વાતીનિયોગત: I) વાયુનો નિવાસ છે, યોગ વિદ્યામાં નિષ્ણાત મહાત્માઓનું મંતવ્ય છે કે ઓષ્ઠાવરણના મારફત ઉદાન વાયુનો વિજય કરવાથી અણિમા સિદ્ધિ થાય છે, તેથી એ સિદ્ધ થએથી ઓષ્ઠોને બંધ કરી ઉદાન વાયુનો સંયમ કરી; સ્થૂલ ભૌતિક વિષયોથી ચિત્તવૃત્તિને દૂર કરી, આન્તર સૂક્ષ્મ શરીરમાં અધિષ્ઠિત થઈને, યથાવિધિ પોતાના ધ્યેયનું ધ્યાન કરવાથી જેવી રીતે યોગાભ્યાસી માણસો અણિમા સિદ્ધિને પ્રાપ્ત કરે છે તેવી જ રીતે ઉક્ત ક્રિયાના અવલંબન પૂર્વક ‘મો’ પદના સ્મરણ અને ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેથી માનવું જોઈએ કે ‘મો’ પદમાં અણિમા સિદ્ધિ સમાએલી છે.
(૬) ‘મ્’ એટલે આદિ શક્તિ ઉમાનું ધ્યાન કરવું જોઈએ, મોકાર અક્ષરથી ઉપર પ્રમાણે ધ્યાનની રીતિ જાણવી જોઈએ, એટલે ઓષ્ઠ બંધ કરી ઉદાનવાયુનો સંયમ કરી આદિ શક્તિ ઉમાનું ધ્યાન ધરવામાં આવે છે, મહામાયા આદિ શક્તિ ઉમા સુક્ષ્મરૂપે સર્વના હૃદયમાં રહેલી છે. જેમકે કહ્યું છે કે :
या देवी सर्वभूतेषु, सूक्ष्मरुपेण तिष्ठति । नमस्तस्यै नमस्तस्यै, नमस्तस्यै नमोनमः ॥ १ ॥
અહીંયાં મહામાયા આદિ શક્તિ ઉમા જેવી રીતે પ્રસન્ન થઈને ધ્યાન ધ૨ના૨ માણસોને અણિમા સિદ્ધિ આપેછે, તેવી રીતે ‘મો’ પદના ધ્યાનથી અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી મને’ પદમાં અણિમા સિદ્ધિ સન્નિવિષ્ટ છે, અથવા ‘મો’ શબ્દની સિદ્ધિ આ પ્રકારે જાણવી જોઈએ કે ‘ન મા’એવી સ્થિતિ છે, અહીંયાં નઞ અવ્યય નિષેધ અર્થનો વાચક નથી; પરંતુ ‘બ્રાહ્મળમાનય’ ઈત્યાદિ પ્રયોગોની સમાન સમાનતા અર્થ વાચકછે, તેથી આ અર્થ થાય છે કે – ઉમાની માફક જે મહામાયા આદિશક્તિ છે તેનું ધ્યાન કરનાર મનુષ્ય ધ્યાન ધરીને અણિમા સિદ્ધિ પ્રાપ્ત કરે છે, આ વ્યવસ્થામાં ‘મા’ શબ્દના ૐકારનો પ્રાકૃત શૈલીથી લોપ થઈ જાય છે, તથા ગાકારના
[93]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org