________________
એટલે શ્રી નમસ્કાર મહામંત્ર ગણવાથી પ૦૦ સાગરોપમના પાપનો ક્ષિય થાય. આ રીતે....
૧ બાંધી નવકારવાળી ગણતાં કુલ ૧૦૮ નવકારનો જાપ થાય તેથી ૫૦૦ x ૧૦૮=૫૪૦૦૦ સાગરોપમના પાપનો ક્ષય શ્રી નવકાર મહામંત્રની બાંધી ૧ માળા ગણવાથી થાય, એ સ્પષ્ટ હકીકત છે.
આ બધું વિશિષ્ટ શ્રદ્ધાની કેળવણીના પગથારે પહોંચતાં સુધી બાળ જીવોને જાપ શક્તિનો લાભ સમજાવી આરાધનાના માર્ગે વાળવા માટે પ્રાથમિક કક્ષાની ભૂમિકારૂપ જાણવું.
વળી ૬૮ની સંખ્યાનું ગણિતની રીતે વિશ્લેષણ કરતાં અદ્ભુત આધ્યાત્મિક ફળને સૂચવનારી બાબતો જાણવા મળી શકે છે.
જેમ કે - * ૬+૪=૧૪ પૂર્વાનું સૂચન થાય છે. એટલે શ્રી નમસ્કાર મહામંત્ર ૧૪ પૂર્વોનો સાર છે.
* ૮-૬=ર એટલે આઠકમને બાંધવાની સ્થિતિમાંથી ૬ જવનિકાયનો આરંભ બાદ કરવામાં આવે તો આરાધક પુણ્યાત્મા જ્ઞાનક્રિયા એ બાબતની સફળતા મેળવી શકે,
૬ ૪૮=૪૮ લબ્ધિઓનું સૂચન થાય.
અર્થાત શ્રી નમસ્કાર મહામંત્રને યોગ્ય રીતે આરાધનાર આત્માઓ મૌલિક શક્તિઓની પ્રાપ્તિ સાથે વિશિષ્ટ ઉચ્ચકોટીની ૪૮ લબ્ધિઓ પણ મેળવે છે.
૮૬=૧ ભાગફળ, શેષ-૨ . એટલે ૮ કર્મોથી બંધાયેલ આત્મા, જો ૬ વ્રત (પાંચ મહાવ્રત અને ૧ રાત્રિભોજન વિરમણવ્રત)નું પાલન કરે તો ફળ તરીકે વિશુદ્ધ આત્મા એકલો કર્મ રહિત બની જાય અને મોક્ષ ન મળે ત્યાં સુધી શેષ તરીકે શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મને ટકાવી શકે.
[૫૨ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org