________________
૦ નવકારની આઠ સંપદાઓ અનંત સંપદાઓને અપાવનાર થાય
છે તથા અણિમાદિ આઠ સિદ્ધિઓને સાધી આપે છે. નવકારના અડસઠ અક્ષરો અડસઠ તીર્થોસ્વરૂપ બનીને તેનું ધ્યાન કરનારના તારક બને છે. અનાનુપૂર્વિથી થતું શ્રી નવકારના પદોનું પરાવર્તન ચિત્તસ્થિરતાનું
અમોઘ કારણ બને છે. ૧૦. ધર્મકથાનુયોગની દ્રષ્ટિએ અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિઓનાં જીવનચિત્રો
અદ્ભુત કથાસ્વરૂપ છે. નમસ્કારનું આરાધન કરનાર જીવોની કથાઓ પણ આશ્ચર્યકારક ઉન્નતિને દર્શાવનારી છે. તથા એ સર્વ કથાઓ
સાત્વિકાદિ રસોનું પોષણ કરનારી છે. ૧૧. ચતુર્વિધ સંઘની દ્રષ્ટિએ નવકાર મંત્ર સૌને એક સાંકળે સાંધનારો તથા
બધાઓને સમાન દરજ્જ પહોંચાડનારો છે. ૧૨. ચરાચર વિશ્વની દ્રષ્ટિએ નવકારના આરાધકો સર્વ જીવોને અભય
આપનારા નીવડે છે, સદાય સકળ વિશ્વની એક સરખી સુખ શાન્તિ ચાહે છે. અને તે માટે શક્ય તેટલા બધા જ પ્રયત્નો કોઈપણ જાતના
બદલાની આશા કે ઈચ્છા વિના નિરંતર કર્યા કરે છે. ૧૩. વ્યક્તિગત ઉન્નતિની દ્રષ્ટિએ કોઈપણ જાતની બાહ્ય સાધન સામગ્રીના
અભાવે પણ સાધક કેવળ માનસિક બળથી સર્વોચ્ચ ઉન્નતિની ટોચે
પહોંચી શકે છે. ૧૪. સમષ્ટિગત ઉન્નતિની દ્રષ્ટિએ પરસ્પરને સમાન આદર્શના પૂજક
બનાવી સશ્રદ્ધા, સજ્ઞાન, તથા સચ્ચારિત્રના સત્પથે ટકી રહેવાનું
ઉત્તમ બળ સમર્પે છે. ૧૫. અનિષ્ટ નિવારણની દ્રષ્ટિએ નવકારનું સ્મરણ અશુભ કર્મના
વિપાકોદયને રોકી દે છે. અને શુભકર્મના વિપાકોદયને અનુકુળ બને છે. તેથી નવકારના પ્રભાવે બધાં અનિષ્ટો ઈષ્ટરૂપે બદલાઈ જાય છે, જેમ કે અટવી મહેલ સમાન, સર્પ ફૂલની માળા સમાન, વગેરે બને
[૨૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org