________________
૧.
૩.
૨. યોગશાસ્ત્રની દ્રષ્ટિએ નમસ્કાર મહામંત્રમાં પદસ્થ ધ્યાન માટે પરમ પવિત્ર પદોનું આલંબન છે.
વિવિધ દૃષ્ટિકોણથી શ્રી તમસ્કાર મહામત્ર
મંત્રશાસ્ત્રની દ્રષ્ટિએ નમસ્કાર મહામંત્ર સર્વ પાપરૂપી વિષનો નાશ કરનાર છે.
૪.
આગમ સાહિત્યની દ્રષ્ટિએ નમસ્કાર મહામંત્ર સર્વશ્રુતમાં અત્યંતર રહેલો છે, તથા ચૂલિકા સહિત તે મહાશ્રુતસ્કંધની ઉપમાને પ્રાપ્ત થયેલો છે.
કર્મસાહિત્યની દ્રષ્ટિએ એક-એક અક્ષરની પ્રાપ્તિ માટે અનન્તાનન્ત કર્મસ્પર્ધકોનો વિનાશ અપેક્ષિત છે. તથા એક એક અક્ષરના ઉચ્ચારણથી પણ અનંત અનંત કર્મ૨સાણુઓનો વિગમ થાય છે. ૫. ઐહિક-આલોક દ્રષ્ટિએ આ જન્મની અંદર પ્રશસ્ત અર્થ, કામ અને આરોગ્યની પ્રાપ્તિ તથા તેના યોગે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. ૬. પરલોકની દ્રષ્ટિએ મુક્તિ તથા મુક્તિ ન મળે ત્યાં સુધી ઉત્તમ મનુષ્યકુળની પ્રાપ્તિ કરાવેછે, તેના પરિણામે જીવને થોડા જ કાળમાં બોધિ, સમાધિ અને સિદ્ધિ મળે છે.
૭. દ્રવ્યાનુયોગની દ્રષ્ટિએ પહેલાં બે પદો પોતાના આત્માનું જ શુદ્ધ સ્વરૂપ છે. અને પછીના ત્રણ પદો શુદ્ધ સ્વરૂપની સાધક અવસ્થાના શુદ્ધ પ્રતીક રૂપ છે.
૮. ચરણક૨ણાનુયોગની દ્રષ્ટિએ સાધુ અને શ્રાવકની સામાચારીના પાલનમાં મંગલ માટે અને વિઘ્નનિવારણ માટે તેનું ઉચ્ચારણ વારંવાર આવશ્યક છે.
૯. ગણિતાનુયોગની દ્રષ્ટિએ નવકારના પદોની નવની સંખ્યા ગણિતશાસ્ત્રના નિયમ પ્રમાણે બીજી સંખ્યાઓ કરતાં અખંડતા અને અભંગતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે તથા નવની સંખ્યા નિત્ય અભિનવ ભાવોનો ઉત્પાદક થાય છે.
[૨૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org