________________
Voc
પરિશિષ્ટ - ૨ DON 'જાપ માટે આસન પરીચય શ્રી નવકારના જાપ માટે ત્રણ આસન વધુ લાભ-દાઈ છે. (૧) સુખાસન (ર) સિધ્ધાસન (૩) પદ્માસન (૧) સુખાસન - જે જાપ ધ્યાન માટે એક સરળ આસન છે. લાંબા સમય સુધી બેસી શકાય છે. શરીર થાકતું નથી મનને પણ આરામ મળે છે.
રીતઃ- કટાસણા ઉપર પલોઠીવાળી બેસો પછી જમણા પગનું તળીયું ડાબા પગની સાથળ ઉપર મૂકો. (જેથી ડાબા પગનું તળીયું જમણા પગ નીચે આવશે.) બન્ને પગના ઢીંચણ જમીનને અડેલા રાખો. મેરુદંડ-ગરદન-મસ્તક
સીધા ટટ્ટાર રાખવા. (૨) સિધ્ધાસન - શ્રી નવકારના જાપ માટે આ આસન અતિ ઉત્તમ છે. ચંચળ મનને એકાગ્ર કરવામાં સરળતા રહે છે. શારીરિક-માનસિક વિકારો દૂર કરી આત્મિક શક્તિમાં વધારો કરે છે. બ્રહ્મચર્ય માટે સર્વોત્તમ છે.
રીત :- આસન ઉપર બેસીને ડાબા પગની એડીને મુલાધરચક્ર ઉપર રાખે અને જમણા પગની એડીને સ્વાધીષ્ઠાનચક્ર ઉપર મૂકે, બંન્ને પગના પંજા જાંઘના મધ્ય ભાગને અડેલા રાખવા, બન્ને ઢીંચણ જમીનને અડે, મેરુદંડ-ગરદન-મસ્તક સીધા ટટ્ટાર
રાખવા. નોંધઃ- ગુરુગમથી જ આ આસન(સિધ્ધાસન) શીખવું કરવું.
'વિ૦૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org