________________
નથી.
જ્યારે શ્રી નવકાર તો સર્વ-જીવોને ધાર્યા કરતાં વધુ પુણ્ય ન હોય તો નવું ઉપજાવીને પણ આત્માની અખૂટ ઋદ્ધિને આપે છે. એટલે શ્રી નવકાર કલ્પવૃક્ષથી પણ ચઢીયાતો છે. ચિત્રમાં ડાબે કામધેનુ છે.
ઉપર જમણે કામકુંભ છે.
આ બંને ચીજો સંસારી પૌદ્ગલિક પદાર્થો પુણ્ય-સાપેક્ષ રીતે ચિંતવ્યા પ્રમાણે દેવાધિષ્ઠિતપણાને લીધે આપે છે.
પણ શ્રી નવકાર તો આત્માના અનુપમ મહિમાશાલી વિશિષ્ટ સદ્ગુણોના ઐશ્વર્યને સાદિ-અનંત ભાગે આપે છે. તેથી શ્રી નવકાર કામધેનુ અને કામકુંભ કરતાં પણ ચઢીયાતો છે.
ચિત્રમાં ડાબે અમૃતકુંભ અને જમણે ચિંતામણિરત્ન દર્શાવ્યું છે.
ખરેખર અમૃતમાં સંસારી-રોગોને સમૂળ નાશ કરી અદ્ભૂત આરોગ્ય આપવાની શક્તિ આયુ આદિ શુભકર્મ સાપેક્ષપણે છે.
પણ શ્રી નવકાર તો ભવોભવના વિવિધ દુઃખોના મૂળ કારણસમા કર્મરૂપ ભાવરોગને મૂળમાંથી નષ્ટ કરી અનંત અવ્યાબાધ પરમપદની પ્રાપ્તિ કરાવે છે.
તેથી શ્રી નવકારના પ્રત્યેક વર્ણો અમૃતકુંભ કરતાં પણ વધુ મહત્ત્વના
છે.
તથા ચિંતામણિરત્ન માગણી પ્રમાણે પુણ્ય-સાપેક્ષ રીતે જગતના પૌદ્ગલિક-વૈભવને કદાચ આપે ! પણ શ્રી નવકાર તો ભક્તિ-શ્રદ્ધા અને શરણાગતિના સુમેળના પરિણામે ઈહભવ-પરભવની લૌકિક-લોકોત્તર સંપદા-સમૃદ્ધિ આપવા સાથે આત્માના અખંડ-સામ્રાજ્યને અચૂક રીતે પ્રાપ્ત કરાવે છે.
તેથી શ્રી નવકાર ચિંતામણિરત્ન કરતાં પણ ચઢીયાતો છે.
[૧૬૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org