________________
જાયછે.
એટલામાં દેવ-ગુરૂકૃપાએ અનંતજીવોને પરમહિતકારી મોક્ષમાર્ગની સાધનામાં ઉપયોગી શ્રી નમસ્કાર મહામંત્રરૂપ હાથબત્તી (બેટ્રી) નો પ્રકાશ જમણી બાજુથી (ચરમાવર્ત કે શુક્લપાક્ષિક આદિ દિશાએ અનાદિકાલીન વામ = વિપરીત પ્રવૃત્તિ અટકવાથી દક્ષિણ = મોક્ષમાર્ગથી અનુકૂળ પ્રવૃત્તિની સાજિકતાએ) સાંપડે છે.
તેના દિવ્યતેજથી આરાધક-પુણ્યાત્મા-પરમેષ્ઠીઓના શરણે વૃત્તિઓના સમર્પણની શક્તિ કેળવી, આજ્ઞાધીનતારૂપે આરાધનાની શાશ્વત નિરાબાધ રાજમાર્ગ રૂપ કેડી પર ચઢી જાય છે. અને ભવઅટવીમાં નિરાબાધપણે આત્મશક્તિઓને વિકસિત કરનાર અધ્યવસાય-શુદ્ધિનો પર્વત દૃષ્ટિગોચર થાય છે.
જેથી સંકલેશ હાનિરૂપ તલેટીએ પહોંચી આરાધક જીવ મોહના સંસ્કારોની અટપટી ગૂંચમાંથી મુક્તિ મેળવે છે અને આરાધકભાવરૂપ શિખરના ભાગે પહોંચી જીવનશુદ્ધિનું સનાતન સત્ય મેળવવાની સક્રિય આરાધના પ્રારંભી શકે છે.
આ પર્વત ઉપર શ્રી નમસ્કારના પરમતેજમાં લાધતી આચારવિચારની સરણિઓ દ્વારા આરાધક ભાવના શિખરે પહોંચી જઈ પુણ્યાત્મા જપમાં લીન બની આરાધનાને ગતિશીલ બનાવે છે.
આ વખતે ભવ અટવીમાં અત્યાર સુધી હેરાન કરનારા નીચેના જંગલી-જાનવરોના ત્રાસથી શ્રી નવકારના જપ અને ધ્યાનની સ્ફૂર્તિબળે છૂટકારો મેળવે છે.
મૃત્યરૂપ હાથી
રાગરૂપ સિંહ
કષાય રૂપ સર્પ દુર્ધ્યાનરૂપ વીંછી
દ્વેષરૂપ શૂકર
વળી શ્રી નવકારના દિવ્યતેજથી અનાદિકાલીન વાસનાના કેન્દ્રસમા કંચન, કામિની, કુટુંબ, કાયાના ચાર વર્તુલોની અસારતા સમજાઈ જાય છે. તેથી ત્યાંથી દૃષ્ટિ ખસેડી (બેટ્રીના ઉપરના ભાગે) શ્રી નમસ્કાર
[૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org