________________
૩૭૦ શ્રી નવકાર ચિત્રપટ પરિચય
પૂ. ગુરુદેવશ્રી શ્રાવણ સુ. ૨ થી ૯ દીવસ ચતુર્વિધ સંઘમાં શ્રી નવકારની સામુહિક આરાધના કરાવતા હતા. આ આરાધનામાં પૂજ્યશ્રીની આગવી હથોટી હતી. તેમાં આગમ-શાસ્ત્રોનું નિદિધ્યાસન અને શ્રી નવકારના જાપ - ધ્યાનમાં મળેલા સંકેતો માર્ગદર્શન પ્રમાણે બનાવેલા શ્રી નવકારના વિવિધ ચિત્રપટોથી આરાધના મંડપ
શોભતો...! તે ચિત્રપટોનું રહસ્ય પૂજ્ય આરાધકોને સમજાવતા. આરાધકો ભાવવિભોર બની અગમ્યવાણી સાંભળવાનો અનુભવ કરતા.. તેવા બે ચિત્રપટનો પરિચય તમારી સામે પ્રસ્તુત છે.
- સંપાદક
આરાધનામાં પ્રાણપૂર્તિ કરનાર ખૂબજ ભાવોલ્લાસ જાગૃત કરનાર (૧) શ્રી મહામંત્રની આરાધના (બેટરીવાળો) પટ
(ચિત્રપટ ટાઇટલ પેજ નં.- ૪ ઉ૫૨)
આ ચિત્ર મુમુક્ષુ પુણ્યાત્માની શ્રી નવકાર-મહામંત્રની આરાધનાપધ્ધતિને સૂચવે છે.
આ ચિત્રમાં જમણે બેટ્રી અને તેજવર્તુલના પાછલા ભાગે ગાઢ જંગલ દર્શાવ્યું છે. તે ભવઅટવી છે. તેમાં મિથ્યાત્વની કાજળઘે૨ી સઘન-રાત્રિનો અંધકાર ચોપાસ પથરાયેલ દર્શાવ્યો છે.
ચિત્રની પૃષ્ઠભૂમિકામાં અને જમણે નાના-મોટા દુર્ગમ પર્વતોની હારમાળા દર્શાવી છે, તે મોહનીય આદિ કર્મના વિષય-સંસ્કારો મોટે ભાગે જીવનમાં ફ્લાયેલા છે. એમ સૂચવે છે.
આવી વિષમતાઓના ઘેરાવામાં રહેલ પણ કોક પુણ્યાત્માને પૂર્વના પ્રકૃષ્ટ પુણ્યથી કોક પુણ્યક્ષણે જીવનશુદ્ધિના રાજપંથે લઈ જનાર ધર્મની આરાધનાનો સંકલ્પ થઈ આવેછે, અને આરાધના માટે તૈયાર થાય છે.
પણ રાગ, દ્વેષ, મૃત્યુનો ભય, દુર્ધ્યાન, કષાય, કર્મસત્તા આદિ જંગલી જીવોના ત્રાસ ઉપરાંત મિથ્યાત્વના અતિગાઢ અંધકારથી ગૂંચવાઈ
[૧૫૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org