________________
તું મારો સોહામણો અતિથિ છે, તારા સ્વાગત અર્થે તો જુગ જુના ભાઈબંધ બનેલ
પાપ અને વિકારોને હાથ જોડીને માફી માંગીને
વિદાય કરી દીધા છે; હવે મારું જીવન ધન્ય બની ગયું!
કૃતાર્થ બની ગયું! તું મારો અતિથિ બન્યો એ મારે મન
પરમ-સૌભાગ્યની વાત છે !!!
વરદાન
પૂજ્યતમ ! નવકાર !!
હું તારી પાસે એવી પ્રાર્થના લઈને નથી આવ્યો કે - “વિપત્તિથી રક્ષા કર” પણ વિપત્તિઓમાં ભયભીત ના બનું! એવું તો વરદાન દે !!!
પોતાના દુઃખથી પીડિત ચિત્તની સાંત્વના માટે હું ભિક્ષા નથી માગતો, પણ દુઃખોથી થતી ગભરામણ ઉપર “વિજય” મેળવું એવું તો વરદાન દે! “મને બચાવો” આવી યાચના માટે તારે દ્વારે નથી આવ્યો પણ કર્મના વિપાકો, સહવાની શક્તિનું તો વરદાન દે!
[૧૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org