________________
નીતિછોડાય નહિ ! ફરજ ચૂકાય નહિ !!
ભોગોમાં ફસાય નહિ હો.... માળા છે....૯ બોલ્યું બદલાય નહિ ! આકરૂં બોલાય નહિ !!
ઉદ્ભટવેષ પહેરાય નહિ હો.... માળા છે....૧૦ કુળ લજવાય તેવું ! ધર્મ નિંદાય તેવું !!
કર્તવ્ય કરાય નહિ હો.... માળા છે. ૧૧
પૂજા ચૂકાય નહિ ! વ્યાખ્યાન મુકાય નહિ !!
નવકારશી કરાય સહી હો.... માળા છે....૧૨ કર્મોને તોડવા ! દોષોને ટાળવા !!
નવકાર ગણાય સહી હો... માળા છે....૧૩ નિશ્રા મુકાય નહિ ! વિધિ ભૂલાય નહિ !!
મુક્તિ જવાય સહી હો... માળા છે....૧૪ ધર્મ વિસરાય નહિ ! નવકાર ભૂલાય નહિ !!
સંસાર તરાય સહી હો.... માળા છે....૧૫ (૨) શ્રી નવકાર મહિમા
(રાગ : સારકર સેવકા...)
સમરો શ્રી નવકાર, સાર પૂરવ તણો, નવનિધિ સિદ્ધિ આપે સદા. મહિમા મોટી જાસ સંકટ સવિ ટળે, ફળે મનોરથ સંપદા એ; અડસઠ વરણ વિખ્યાત, સાત ગુરૂ અક્ષર, નવપદ આઠે સંપદા એ, સાત સાગરના પાપ જાયે અક્ષરે, સંપૂર્ણ પાંચ સય મુદ્દા એ.
હત્યા ચાર કરી જિણેએ, વળી કર્યા પાપ અનેક; છૂટકારો એહથીએ, આવે ચિત્ત વિવેક. મંત્રમાહે મોટો કહ્યો એ, લાખ ગુણે મનરંગ,
તીર્થંકર પદ તે લહે એ, શ્રી નવકારને સંગ. દિન દિન અધિકી સંપદા એ, મનવાંછિત સુખ થાય. દયાકુશલ વાચકવરુ એ ધર્મમંદિર ગુણ ગાય.
[૧૪૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org