________________
“મહામંત્રના અજવાળાં”
પુસ્તકના પ્રારંભે પૂ. પં. ગુરૂદેવ શ્રી અભય સાગરજી મ. ના.. ઉદ્ગારો. | (પ્રાગૂ પ્રકાશનના પાનેથી સંપાદકીય નોંધ).
જિનશાસન પામ્યાની સફળતા.. આપણી અહં-મમની મર્યાદાઓ ને ટુંકાવી પોતાની જાતને વિશ્વાત્મભાવમાં વિલીનીકરણ કરવાના લક્ષ્યને સફળ ક૨ના૨ી વિવિધ ધર્મક્રિયાઓને ગુરુગમથી આચરવામાં છે.
‘જ્ઞાન - ક્રિયામ્યાં મોક્ષ : '' આ સૂત્ર જગ પ્રસિધ્ધ છે તેમાં જ્ઞાન એટલે જે આપણે નથી જાણતા તેને લગતું લેવાય છે. પણ આપણે શું નથી જાણતા ?
શાસ્ત્રોના બળે જગતના પદાર્થો કે બાહ્ય વસ્તુઓ જાણી શકાય છે. ન જાણી શકાય તેવી કોઈ ચીજ હોય તો તે પોતાની જાત છે.
જેના ઉપ૨ અજ્ઞાન -મિથ્યાત્વઆદિથી શરીર, ઈદ્રિય, મન અને બુદ્ધિના વેષ્ઠનો ૨હેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org