________________
પકડ ઢીલી પડતી નથી અને તે ઉપરથી શ્રી નવકાર ગણવા છતાં આપણી સમગ્રતા તેના ભાવમાં તરબોળ બની શકતી નથી.
આત્મા ઉપરની ભવનીછાપને ભૂસવા માટે ત્રણ લોકમાં શ્રી નવકારના જાપથી અધિક ચઢિયાતી સત્વવાળી બીજી કોઈ ક્રિયા નથી.
જાપનું જોર વધવાની સાથે પાપનું જોર ઘટવા માંડે છે. પાપ ઘટે એટલે અસુખ ઘટે, અસુખ ઘટે એટલે આત્મભાવ વધે અને આત્મભાવ વધે એટલે પરમાત્માની આજ્ઞામાં સમાઈ જવાનો સર્વોચ્ચ ભાવ આત્મામાં પ્રગટ થાય.
શ્રી નવકારમાં અણમોલ ભાવનો ખજાનો છૂપાયેલો છે, તેને પામવા માટે તેટલા જ ઊંચા ભાવપૂર્વકની ક્રિયા આપણે કરવી જોઈએ.
જાપક્રિયા જ્યાં સુધી ઉપરછલ્લી હશે, ત્યાં સુધી તેનો સાત્વિક સ્પર્શ આત્માના પ્રદેશમાં બરાબર ધ્રુજારી નહિ જગાવી શકે.
આત્મપ્રદેશોને ઢંઢોળનારી ક્રિયામાં જેટલી સમતા, અંતર્મુખતા અને ગંભીરતા જોઈએ તેટલી સમતા અંતર્મુખતા અને ગંભીરતા આપણે શ્રી નવકારના જાપ સમયે રાખી રહ્યા છીએ! તે તટસ્થપણે વિચારવું જોઈએ.
શ્રી નવકારપ્રાપ્તિ એ જીવની મોક્ષપાત્રતાનો અફર દસ્તાવેજ છે, જીવના મોક્ષની લાયકાતનું સર્વશ્રેષ્ઠ પ્રમાણપત્ર છે.
પરંતુ જો તે મુજબની આપણી પ્રવૃત્તિ ન રહે તો આપણા જીવન નીચાં ઉતરવા માંડે અને અલ્પકાળમાં આપણે શ્રી નવકારને ખોઈ પણ બેસીએ.
શ્રી નવકાર કરતાં તેના જાપની ક્રિયાને સહેજ પણ ઉતરતી કોટિની માનવી કે સ્વીકારવી તે ઉત્તમ જાતિના અશ્વ ઉપર અણધડ સવારને બેસાડવા જવું છે.
શ્રી નવકાર એ શાશ્વત સુખદાયક મંત્ર હોવાછતાં તેનો જાપ જપનારા આપણે એકડો ઘૂંટતા બાળક જેટલી પણ એકાગ્રતા અને નિર્દોષતાપૂર્વક તેને ન જપીએ તો તે કઈ રીતે આપણા પ્રાણોમાં પરિણમી (પચી) શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org