________________
વધુ સૂક્ષ્મ બનીને આત્મભાવનો પક્ષ કરે છે.
ભવને વર્ધક વિવિધ પ્રકારે ભાવ આપીને ભાવથી આપણે નાના-તુચ્છ ન બન્યા હોત, તો જે શ્રી નવકાર આપણને આજે તરત ફળતો જણાતો નથી તે જ નવકાર વડે આપણે જગત આખામાં દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની સર્વોચ્ચ ભાવનાની ભૂરી-ભૂરી પ્રભાવના કરી શક્યા હોત.
ભૂતકાળમાં આપણા પૂર્વજોએ પ્રભુજીના પરમ તારક શાસનની પ્રભાવના જે મહાનકાર્યો કર્યા છે, તે પ્રકારના સર્વ મંગલમય કાર્યો આજે આપણે પણ કરી શક્યા હોત.
તેમછતાં ધન્ય ભાગ્ય સમજો આપણા કે- મહાસત્વશાળી આત્માઓની ઉત્કૃષ્ટ પ્રકારની શ્રી નવકાર ભક્તિના પ્રભાવે આજે પણ આપણે શ્રી જિનેશ્વર મહાદેવના મહા વિશ્વ શાસનની પ્રભાવનાના અદ્દભૂત કાર્યોના ભૂતકાળ સરખા નહિ તો પણ વર્તમાનકાળના બાળજીવોને તે ભૂતકાળના મહાકાર્યોને યાદ કરવા પ્રેરે તેવા કાર્યોના દર્શન કરી શકીએ છીએ.
જેના એક એક અક્ષરના અંતરાળે સર્વોચ્ચ આત્મભાવનો મહાસાગર ઘુઘવાઈ રહ્યો છે, તે મહામંત્રી શ્રી નવકાર કેટલા અથાગ પુણ્ય પ્રાપ્ત થાય છે? એનું જો આપણને યથાર્થ ભાન થાય તો એમ કહી શકાય કે આપણે સહુ શ્રી નવકારના બદલામાં મળતી ત્રિભુવનની બધી સઘળી રિદ્ધિ-સિદ્ધિને પણ સહર્ષ જતી કરીએ. - શ્રી નવકાર જે ભાગ્યશાળીઓના મનમાં હોય તેનો ભાવ, તેની ભાષા, તેનું વર્તન અને તેના વ્યવહાર કેવા હોય? - ઘરમાં પવન વાવા માંડે એટલે ત્યાં રહેલો કચરો આઘો-પાછો થવા માડે, તેમ શરીરની બરાબર અંદર શ્રી નવકારનો પ્રવેશ થાય એટલે તેમાં જામીને પડેલો અશુભ કર્મોરૂપી કચરો નીકળે નહિ તો પણ આઘો-પાછો તો અવશ્ય થાય. આત્મપ્રદેશો ઉપરનો કચરો આઘો-પાછો થવા માંડે છે, ત્યારે જીવન ઉપર તેની કોઈ વિશિષ્ટ અસર થતી હોય છે, તો આત્મ-પ્રદેશોને બરાબર લપેટાઈને રહેલા તે કચરાને મૂળમાંથી કાઢી નાખવાની જેમહામંત્રમાં અચિન્ય શક્તિ છે તેનો નિષ્ઠા અને વિધિપૂર્વકનો સતત જાપ તે કચરાને આત્મપ્રદેશમાંથી દૂર કેમ ન કરે?
[૧૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org