________________
૨૭
શ્રી તવકાર મહામંત્રના જાપતી અસર ક્યારે ?
છીછરા વાસણમાં વલોણું ન થાય તેમ અદ્ધર – અદ્ધરથી શ્રી નવકારનો
જાપ ન થાય.
જાપને એકાગ્રતા સાથે જેટલો સંબંધ છે તેટલો જ ગંભીરતા સાથે પણ સંબંધ છે. બીજને ધરતીમાં વાવવું પડે છે, તેમ શ્રી નવકાર મંત્રના પ્રત્યેક અક્ષરને ઊંચા ભાવ પૂર્વક મન મારફત પ્રાણોમાં પધરાવવો જોઈએ.
અક્ષરમાં રહેલું ચૈતન્ય પ્રાણનો યોગ પામીને પ્રગટ થાય છે, તેથી જાપ કરનારા પુણ્યશાળીની ભાવના અધિક ઉજ્જવળ બને છે, અને તે ભાવનાઓનો ઝોક સ્વાભાવિક પણે સર્વોચ્ચ આત્મભાવ-સંપન્ન ભગવંતોની ભક્તિ તરફ વળે છે.
લગભગ યાંત્રિક ઢબે થતો શ્રી નવકારનો જાપ તેની વિશિષ્ટ પ્રકારની શક્તિઓના લાભથી જીવને વંચિત રાખે છે.
શ્રી નવકારમાં પંચ પરમેષ્ઠી ભગવંતો બિરાજમાન છે. એવું જાણવા છતાં તેના પ્રત્યેના આપણા પરમ પૂજ્યભાવમાં યાંત્રિકતા અને ઔપચારિકતા કાયમ રહે તો તે ખરેખર શોચનીય ગણાય.
પંચ પરમેષ્ઠી ભગવંતોને યાદ કરવાના અવસરે જ બીજી બીજી વાતો આપણા મનનો કબજો લઈ લે અને આપણે તે ચલાવી લઈએ તો તે આપણી કાયરતાની નિશાની ગણાય.
પંચપરમેષ્ઠી ભગવંતોનું ભાવપૂર્વક સતત સ્મરણ ક૨વામાત્રથી આત્માને જે અકલ્પ્ય લાભ થાય છે, તેના એક લાખમા ભાગનો લાભ પણ અન્ય વિષયને ભાવપૂર્વક સમર્પિત થવા છતાં થતો નથી.
ઉલ્લાસપૂર્વક પંચપરમેષ્ઠી ભગવંતોને યાદ કરવાથી આત્માની નજીક જવાય છે, આત્માની વધુ નજીક જવાથી આત્મભાવનેછાજતી પ્રવૃત્તિઓમાં દિલ ચોંટેછે, વિષયકષાયોના પરિણામ મંદ પડતા જાયછે, સ્વાધ્યાય, સંયમ, તપ આદિમાં વધુ વેગ આવે છે અને બહિર્ભાવને માફકસરની વિચારણા
[૧૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org