________________
જ એટલે કે ચિત્તમાં જ ઉદ્દભવે છે.
ચિત્તના આકાશમાં આ રીતે માનસ જાપ જ્યારે સ્થિરતા પ્રાપ્ત કરશે, ત્યારે ઉચ્ચારણ પણ ત્યાંથી જ તે પ્રદેશમાંથી જ ઉદ્દભવે છે, તેનો અનુભવ સાધક કરી શકશે. એની સૌથી પ્રથમ પ્રતીતિ તો એ થશે કે, વિચારોની ગરબડ-સરબડ કે દોડાદોડીનું જોર મંદ પડી જશે અને ધીરે ધીરે અભૂત એકાગ્રતા પ્રાપ્ત થશે.
આ રીતના માનસ-જાપમાં સાધક જેમજેમ પ્રગતિ કરતો જશે, તેમ તેમ મસ્તકની ઉપરના અંદરના) ભાગમાં જ્યાં બ્રહ્મધ્ય છે, ત્યાં થોડીક હલચલ થતી હોવાનો અનુભવ થશે.
માનસ-જાપના આ વિશુદ્ધ પ્રકારનો અભ્યાસ પાડતી વખતે સાધકે ધીરજ રાખવી જોઈએ, જ્યારે શ્રમ પડવા લાગે, ત્યારે માનસ-જાપ બંધ કરીને ઉપાંશુ તથા માનસ-જાપની વચ્ચેના કંઠજાપનો આશ્રય લઈ, ચિત્તના આકાશને આરામ આપવો જોઈએ, ચક્ષુઓનાં રત્નોને પણ અભ્યાસ પડે તે માટે આરામ આપવાની જરૂર છે.
બીજી એટલી જ મહત્વની વાત કરોડ-રસ્તુને ટટ્ટાર રાખવાની છે.
દ્માસન, સિદ્ધાસન અને સુખાસન એ ત્રણેનો વારાફરતી ઉપયોગ કરવો.
શરૂઆત કરવા માટે ક સિદ્ધાસન વધુ ઉપયોગી છે. એનાથી ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવામાં સારી સહાય મળે છે. પહ્માસન તો ઉત્કૃષ્ટ આસન છે, શારીરિક અસ્વસ્થતા હોય તો શબાસન પણ સારી સહાય કરે છે.
ટટ્ટાર કરોડરજ્જુ અને ચિદાકાશમાં (ચિત્તના આકાશમાં એટલે ભાલપ્રદેશમાં) સ્થિર થયેલી દ્રષ્ટિવડે ચિત્તમાં જ ઉદ્દભવતા ઉચ્ચારણ પૂર્વકના જાપની અસર અભૂત છે;
મુખ-મંડળ ઉપર પ્રસન્નતાના ભાવોનું અંકન કરીને આ રીતે ગણવામાં આવેલા ત્રણ જ નવકારનો મહિમા અન્યથા ગણાતા હજારો નવકાર કરતાં વિશેષ છે, એનો અનુભવ સાધકને કાળક્રમે થશે જ. - આસન માટે જુઓ પરિશિષ્ટ - ૨, પૃ. નં. ૧૭૩
[૧૯].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org