________________
જાપના મનોગત ઉચ્ચારણનો પડઘો-જે મનમાં પડેછે. તે ક્યાંથી આવે છે ? તેની ચકાસણી કરી જોવાનું સાધક માટે આવશ્યક છે. વાચાનું ઉદ્ભવ સ્થાન કંઠ છે. અને કંઠ દ્વારા થતો જાપ જિવા કે ઓઇના હલન-ચલન વિના થઈ શકે છે. એટલે પ્રત્યેક સાધકે માનસ જાપ કરતી વખતે આ વાતની ખાત્રી કરી લેવી જોઈએ કે જેને પોતે માનસજાપ માનેછે તે કંઠજાપ તો નથી ને ?
来
કંઠ-જાપ જો થતો હશે તો મનઃપ્રદેશમાં સંભળાતા જાપનું ઉદ્ભવસ્થાન કંઠછે, એની ખબર સાવધાન સાધકને તુરત જ પડી જશે, ખાસ કરીને જેઓ લાંબા સમયથી માનસ જાપ કરતા હોય, છતાં મનમાં એકાગ્રતા આવતી ન હોય અને ઈદં-તૃતીયં વિચારોની આવજા તથા દોડાદોડી મનમાં થયા કરતી હોય, તેમણે તો પોતાના આ માનસ-જાપના પ્રકારની ચકાસણી વહેલામાં વહેલી તકે ક૨વી જોઈએ.
માનસજાપ માટે સર્વ પ્રથમ આવશ્યકતા ચર્મ-ચક્ષુઓને બંધ કરી દેવાની છે. ઉઘાડી આંખે માનસ-જાપ થઈ શકતો નથી અથવા જો થઈ શકે તો તે દીર્ઘ પરિશ્રમ પછી લાંબા કાળે સાધ્ય છે.
એટલે વિશુદ્ધ માનસજાપ કરવા ઈચ્છનારે સર્વ પ્રથમ તો નેત્રોને મીંચેલા રાખવા જોઈએ, ઉઘાડી આંખે ભાષ્ય તથા ઉપાંશુથી ભિન્ન એવો જે માનસ જાપ થાય છે, તે પ્રાયઃ કંઠ-જાપ હોય છે. અને તેને કેવળ સ્મરણ યા રટણની કક્ષામાં મુકી શકાય, આ સ્મરણ અને રટણ તો સાધનમાં પ્રગતિ કરી ચૂકેલા સાધક માટે સહજ બની જાય છે, પરંતુ તે વિધિપૂર્વકનો “માનસ-જાપ’ નથી.
માનસ-જાપના ઉચ્ચારણનું ઉદ્ભવસ્થાન સ્વયં ચિત્તમાં જ હોવું જોઈએ. આ માટે દ્રષ્ટિને ભાલપ્રદેશના મધ્યભાગમાં સ્થિર કરવી જોઈએ, બંધ થયેલી આંખોમાં પાંપણની નીચે ઢંકાયેલા નેત્રોના બંને રત્નોને આ માટે થોડોક શ્રમ આપવો પડે છે.
ભ્રૂકુટિને જરા અદ્ધર ચડાવીને નેત્રોનાં રત્નોને જરાક ઉદિશામાં સ્થિર કરવાથી કપાળના પ્રદેશમાં કંઈક ભાર અનુભવાય ત્યારે સમજવું કે ચિત્તમાં જે આકાશ (અવકાશ) છે ત્યાં (ભાલપ્રદેશમાં) દ્રષ્ટિ સ્થિર થઈછે. આ રીતે ત્યાં સ્થિર થયેલી દ્રષ્ટિ વડે શરૂ થતા જાપમાં મંત્રાક્ષરોનું ઉચ્ચારણ તે પ્રદેશમાં
[૧૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org