________________
તલવારની જેમ આરાધક પુણ્યાત્માને મોહના સંસ્કારોથી ઉપજતા સંકલેશ અવસરે આધ્યાત્મિક વિકાસના પંથે ધપાવવારૂપે સાચી સફળતા વરવા માટે અમોઘ હથિયારરૂપ શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ બની રહે છે.
તેથી જ શ્રી નમસ્કાર મહામંત્રને ચૌદપૂર્વના સારરૂપ જ્ઞાની ભગવંતોએ બિરદાવ્યો છે.
કેમકે સંકલેશ વખતે બીજા બધા સાધનો જ્યારે પોતાની અસમર્થતા જાહેર કરે ત્યારે પણ પોતાની અખૂટ શક્તિઓના પૂરતા જથ્થા સાથે આરાધક ભવ્યાત્માને પડખે રહી સંકલેશની નાગચૂડમાંથી સહેલાઈથી તે છોડાવી દે છે.
માટે માળા સંબંધી ચોક્સાઈ ગુરુગમથી બરાબર સમજી શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરવો ઘટે. નિશ્ચિત સંખ્યા :
જાપ કરનારે પોતાની વૃત્તિઓને જગતમાંથી ફેરવીને આત્માભિમુખ રાખવા માટે રોજ નિશ્ચિત કરેલ સંખ્યાને વળગી રહેવું જરૂરી છે. 4 જેટલી સંખ્યાથી જાપ શરૂ કર્યો, તે ધોરણને રોજ નિયતરૂપે ટકાવી
રાખવું ઘટે. * મરજી પ્રમાણે કે બેદરકારીથી અવ્યવસ્થિત પણે સંખ્યાના ધોરણ વિના
કરાતો જાપ શક્તિઓના કેન્દ્રને સજી શકતો નથી. આ રીતે માંત્રિક ધોરણને જાળવીને કરાતા જાપથી આંતરિક શક્તિઓના વિકાસની દિશા સફળ રીતે મેળવાય છે.
- -: મો = ભાવનમસ્કાર :શ્રી નવકાર માં પાંચ વખત પામી છે તે શું સૂચવે છે?
= નહીં
ન = મારું અર્થાત “મારું કાંઈ નથી, કશું નથી, કોઈ નથી.” એ ભાવ સાથે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંતના શરણે વૃત્તિઓને લીન કરવા સ્વરૂપી | ભાવ નમસ્કાર કરવાનું સૂચન કરે છે.
[૧૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org